હું અશ્લીલ નથી, હું સુરક્ષિત યૌન સંબંધોને પ્રમોટ કરું છું: સની લિયોની

Posted By:
Subscribe to Oneindia News

સની લિયોનીની કોન્ડૉમ એડની લઇને પાછલા દિવસોમાં રાજનીતિ મંચ પર તેની વિરુદ્ધ ધણું ખરું બોલવામાં આવ્યું હતું. જેની પર એડલ્ટ સ્ટાર સની લિયોનીએ પહેલી વાર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું કે પોતાના કોન્ડૉમ જાહેરાતોથી અશ્લીલતા નથી ફેલાવતી, તે આ દ્વારા સુરક્ષિત યૌન સંબંધો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે.

વધુમાં સનીએ કહ્યું કે આ કારણે તેની આલોચના કરવી બેકાર અને અયોગ્ય છે. તેણે કહ્યું કે મારા લીધે સમાજમાં રેપના કેસ નથી વધી રહ્યા પણ મારા લીધે શારીરિક સંબંધો કેવી રીતે સુરક્ષિત કરાય તે વિષે જાણકારી મળે છે.

sunny leone

સન્ની લિયોની આ વાત હિંદુસ્તાન ટાઇમ્સમાં પોતે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. તેણે કહ્યું કે જો કોઇ મહિલા ગર્ભધારણ કરવા નથી ઇચ્છતી અને તે યૌનસુખ મેળવવા ઇચ્છે છે તો તેણે તે વખતે કોન્ડોમનો પ્રયોગ કરવો જોઇએ. જે તેના સ્વાસ્થય માટે સેફ છે.

નોંધનીય છે એક રેલી દરમિયાન સીપીઆઇના વરિષ્ઠ નેતા અતુલ અંજાને કહ્યું હતું કે સની લિયોનીના કોન્ડોમ એડના કારણે દેશમાં રેપના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં ગાજિયાબાદમાં સપ્ટેમ્બરમાં જનસભાને સંબોધતા અંજાને કહ્યું હતું કે સની લિયોનીની કોન્ડોમ જાહેરાત એટલી ગંદી અને ઉત્તેજક છે કે તેના જોયા પછી લોકોની અંદર ગંદી ભાવનાઓ જન્મ લે છે.

English summary
In an interview to Hindustan Times, Sunny Leone was quoted as saying, "I am promoting Safe Physical Relationship and unwanted pregnancies.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.