AAP નેતા દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Aam Aadmi Party: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે વધુ એક આંચકાના સમાચાર છે. પ્રદેશ મહાસચિવ દિનેશ કાછડિયાએ આજે આમ આદમીપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા એક વર્ષ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

તેઓ છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીથી નારાજ હતા અને છેલ્લા એક વર્ષમાં તેમને AAP માં કોઈ ઉપયોગીતા મળી ન હતી, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.












Click it and Unblock the Notifications
