Breaking: જમ્મુ કાશ્મીરમાં કાર અકસ્માત, 7-8 લોકોના મોતની આશંકા, સુરતના એક પર્યટકનુ મોત
જમ્મુ કાશ્મીરના સોનમાર્ગમાં ગોઝારા અકસ્માતમાં 10થી વધુ પર્યટકોના મોત થયા છે.
સુરતઃ જમ્મુ કાશ્મીરના સોનમાર્ગમાં ગોઝારા અકસ્માતમાં 7 પર્યટકોના મોત થયા છે. સોનમાર્ગમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં સુરતના એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોની યાદી પ્રમાણે સુરતના 36 વર્ષના અંકિત દિલીપકુમારનું મોત નીપજ્યુ છે.

જોજિલા પાસ નજીક એક ગાડી લપસીને ખાડીમાં પડી ગઈ. આ દૂર્ઘટનામાં 7-8 લોકોના માર્ય ગયાના સમાચાર છે. જમ્મુ કાશ્મીર સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે દૂર્ઘટનાની માહિતી આપી છે. આ દૂર્ઘટના આજે સવારે બની છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના નિવાસસ્થાને પહોંચશે. ત્યાં તેઓ પરિવારજનોને સાંત્વના પાઠવશે.












Click it and Unblock the Notifications
