વલસાડમાં ૭૫૨૭ લાભાર્થીઓને નિમણૂંકપત્રો એનાયત કરાયા!
રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇના હસ્તે વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં જિલ્લાના રોજગાર એપ્રેન્ટીસ ઉમેદવારોને નિમણૂંકપત્રોના વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇના હસ્તે વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં જિલ્લાના રોજગાર એપ્રેન્ટીસ ઉમેદવારોને નિમણૂંકપત્રોના વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના રોજગારના ૬૬૪૫ અને એપ્રેન્ટીસના ૮૮૨ મળી કુલ ૭૫૨૭ લાભાર્થીઓને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, દેશની અને વિદેશની કંપનીઓ તેમના રોજગાર એકમો રાજયમાં શરૂ કરે અને તેમાં રાજયના સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ યુવાનોને રોજગારી આપી રહી છે. દેશમાં આજે ગુજરાત રાજય યુવાનોને રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે અને દેશના તમામ રાજયો કરતાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો છે.
રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ ઓનલાઇન વ્યવસ્થાથી પૂરી પાડવાના શુભ આશયથી અનુબંધમ પોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે. આ વેબપોર્ટલ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઇન નામ નોંધણી કરીને ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકે છે અને ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે છે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, વલસાડના સાંસદ કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો ભરત પટેલ અને અરવિંદ પટેલ, પારડી પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, મામલતદાર આર. આર. ચૌધરી, મદદનીશ મજૂર આયુકત જે. આર. જાડેજા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક ડી. કે. વસાવા, મદદનીશ રોજગાર અધિકારી ભારતી પટેલ, આઇ. ટી. આઇ. પારડીના આચાર્ય વી. એ. ટંડેલ તેમજ આઇ. ટી. આઇ. ના વિદ્યાર્થીઓ તેમજ પારડીના નગરજનો ઉપસ્થિત રહયા હતા.












Click it and Unblock the Notifications
