12માંની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, 5 વર્ષના ભાઈએ માને કહ્યુ - દીદી પંખા પર લટકે છે

ગુજરાતમાં સુરતના સચિન વિસ્તારની જલારામનગર સોસાયટીમાં એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી.

સુરતઃ ગુજરાતમાં સુરતના સચિન વિસ્તારની જલારામનગર સોસાયટીમાં એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી. એ વખતે તેના નાના ભાઈ-બહેન રૂમની બહાર રમતા હતા અને મા પણ ત્યાં નહોતી. થોડી વાર પછી મા જ્યારે પાછી આવી ત્યારે કિશોરીના 5 વર્ષના નાના ભાઈએ જ માને જણાવ્યુ કે દીદી પંખા પર લટકી રહી છે. આ સાંભળીને મા કંપી ઉઠી. તેણે તરત જ રૂમમાં જઈને જોયુ. કિશોરીને નીચે ઉતરાવી. જો કે ત્યાં સુધીમાં તેનુ મોત થઈ ચૂક્યુ હતુ. તેનુ નામ સવિતા જણાવવામાં આવી રહ્યુ છે.

girl of surat

સવિતાની માના જણાવ્યા મુજબ દીકરીને કોઈ રીતની મુશ્કેલી નહોતી. તે 12માં ધોરણની વિદ્યાર્થી હતી અને આવતા સપ્તાહથી બ્યૂટી પાર્લરનો કોર્સ કરવા જવાની હતી. પેરેન્ટસે તેને પાર્લરમાં કામ લાગતો જરૂરી સામાન પણ અપાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે સવિતાએ જે સમયે આત્મહત્યા કરી ત્યારે તેના પિતા નોકરી પર ગયા હતા અને મા પણ કોી કામથી ઘરની બહાર હતી. પોલિસે કેસ નોંધીને સવિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સવિતાના અમુક દોસ્તો પાસેથી સવિતા વિશે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેથી આત્મહત્યાનુ કારણ જાણી શકાય. સાથે જ તેના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમને ઘટના સ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જેના લીધો આત્મહત્યાનુ કારણ જાણી શકાયુ નથી. તે હજુ 12માં ધોરણની સ્ટુડન્ટ હતી અને માત્ર 17 વર્ષની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X