સુરત પુર્વ સીટના ઉમેદવાર કંચન જરીવાલાનું બીજેપીના ગુંડાઓએ અપહરણ કર્યુ છે-કેજરીવાલ

ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ ચરમ પર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બીજેપી સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

સુરત : ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ ચરમ પર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બીજેપી સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે બીજેપીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યુ છે. પહેલા રાઘવ ચઢ્ઢા અને હવે ખુદ અરવિંદ કેજરીવાલે બીજેપી પર આરોપ લગાવ્યો છે.

arvind kejriwal

સુરત પુર્વથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને AAP અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું નિવેદન આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુરતના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે નામાંકન સ્વીકારવામાં આવ્યું ત્યારે તેમને પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા આમ આદમી પાર્ટીના પંજાબથી રાજ્યસંભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર લોકશાહીની હત્યા અને ઉમેદવારનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવતા કહ્યું હતુ કે,સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપના ગુંડાઓએ અપહરણ કર્યુ છે. અગાઉ ભાજપ દ્વારા તેમના ઉમેદવારી પત્રો નામંજૂર કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને આ સફળતા મળી ન ત્યારે તેમને સમર્થકો પર દબાણ કરીને ઉમેદવારી પાછી ખેંચવા માટે હેરાન કરવામાં આવ્યા હતા. આમ છતાં જ્યારે તે રાજી ન થઈ તો તેનું અપહરણ કરવામાં આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X