20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટી રાહત, કોર્ટે જામીન મંજૂર કર્યા
જૂનાગઢની અદાલતે વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને 20 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં શરતી જામીન આપ્યા છે. રાજસ્થાનથી ધરપકડ બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં કીર્તિ પટેલના વકીલે તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપતા કોર્ટ સમક્ષ જામીન માટેની દલીલો રજૂ કરી હતી. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ અદાલતે માત્ર એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જામીન મળ્યા હોવા છતાં કીર્તિ પટેલે આગામી 24 ફેબ્રુઆરીના રોજ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને તપાસમાં સહયોગ આપવો પડશે. આ કેસના અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ હાલમાં ચક્રો ગતિમાન કરી રહી છે.
નોંધનીય છે કે કીર્તિ પટેલ સામે અગાઉ મૃગીકુંડ વિવાદ સહિત કુલ ત્રણ ફરિયાદો જૂનાગઢમાં નોંધાયેલી છે. ધરપકડ અને મેડિકલ તપાસ દરમિયાન પણ કીર્તિ પટેલનો અંદાજ એકદમ બેફિકર અને હસતો જોવા મળ્યો હતો.
પોલીસ હાલમાં આ હાઈપ્રોફાઈલ ખંડણી કેસના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેલ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ દરમિયાન નવા ખુલાસા થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
