For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંદેરમાં મારપીટ કરી રહેલા બે પાડોસીને છોડાવવા ગયેલા યુવાનની હત્યા

રાંદેરમાં મારપીટ કરી રહેલા બે પાડોસીને છોડાવવા ગયેલા યુવાનની હત્યા

|
Google Oneindia Gujarati News

સુરતઃ સુરતના રાંદર ક્ષેત્રમાં આવેલ સુભાષ નગર ઝૂપડપટ્ટીમાં બે પાડોસીઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. આ મારપીટ કરી રહેલા બંને પાડોસીઓને છોડાવવા પહોંચેલા એક યુવકી હત્યા કરી નાખી. પોલીસે આ મામલે 10 લોકોની ધરપકડ કરી છે.

surat

પોલીસ મુજબ રઈસ નામના યુવકની હત્યા થઈ છે. તે ઝઘડી રહેલા બે પાડોસીઓને છોડાવવા ગયો હતો. જણાવી દઈએ કે 10 ઓગસ્ટે નવાબ શબ્બીર શેખની 3 વર્ષની દીકરી નીચે પડી ગઈ હતી, ત્યારે પાડોસમાં રહેતા ઈલ્યાસની પત્ની રુકસાનાએ કોમેન્ટ કરી હતી કે જે કંઈ થયું સારું થયું. બસ આ વાતને લઈ નવાબ અને ઈલ્યાસનો પરિવાર મારપીટ પર ઉતરી આવ્યો. કેટલાક સંબંધીઓ પણ આ મારપીટમાં સામેલ થઈ ગયા.

સુરતઃ આમરોલીમાં 13 વર્ષના છોકરાએ ગળા ફાંસો ખાધો, પરિવાર કંઈક છૂપાવી રહ્યો છેસુરતઃ આમરોલીમાં 13 વર્ષના છોકરાએ ગળા ફાંસો ખાધો, પરિવાર કંઈક છૂપાવી રહ્યો છે

ત્યારે બંનેને છોડાવવા રઈસ વચ્ચે પડ્યો તો કોઈએ ધક્કો મારી રઈસને નચે પાડી નાખ્યો. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ત્યારે તેની પત્ની ઈલાજ માટે તેને હોસ્પિટલે લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ રઈશને મૃત ઘોષિત કરી દીધો. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવીછે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કેટલાય લોકોને આરોપી બનાવ્યા છે. જેમની ઓળખ ફરીદા પઠાન, નવાબ શેખ, મોઈન પઠાન, ફેમિદા પઠાન, ખેરૂનિશા પઠાન, રુકશા પઠાન, ઈલ્યાસ પઠાન, અમીર પઠાન, શાકિર પઠાન તરીકે થઈ છે. તેમની સાથે જ પોલીસે વધુ એક યુવકની પણ ધરપકડ કરી લીધી.

English summary
man who went to quell a quarrel murdered in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X