લૉકડાઉન બાદ માત્ર 10% માઈગ્રન્ટ કામદારો સુરત પાછા ફર્યા, દિવાળી પછી આવવાની સંભાવના
લૉકડાઉન બાદ સુરતમાં અત્યાર સુધી 10 ટકા કર્મચારીઓ જ શહેરમાં પાછા ફર્યા છે
સુરતઃ દેશના મોટા મેન્યુફેક્ચરીંગ હબ ગણાતા સુરતમાં કોરોના મહામારીના કારણે લાગવામાં આવેલ લૉકડાઉન બાદ 18 લાખથી વધુ પરપ્રાંતિય કામદારોએ સ્થળાંતર કર્યુ. અહીં કાપડ, હીરા અને રાસાયણિક ઉદ્યોગો મોટી સંખ્યામાં છે અને આ રીતે ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડથી પરપ્રાંતીઓનો ધસારો જોવા મળે છે. લૉકડાઉન બાદ સુરતમાં અત્યાર સુધી 10 ટકા કર્મચારીઓ જ શહેરમાં પાછા ફર્યા છે અને 70 ટકા લોકો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં દિવાળી પછી આવે તેવી સંભાવના છે.

18 લાખ સ્થળાંતર કામદારો પાછા પોતાના વતનમાં જતા રહ્યા
ગુજરાતમાં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના નાગરિક અધિકાર કાર્યકર્તા કૃષ્ણકાંત ચૌહાણે કહ્યુ કે, 'લૉકડાઉન પહલા શહેરમાં 20 લાખથી વધુ કામદારો હતા બાદમાં 18 લાખ સ્થળાંતર કામદારો પાછા પોતાના વતનમાં જતા રહ્યા.' ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ ધ પ્રિન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે પરપ્રાંતિય કામદારો પાછા આવી રહ્યા છે અને ઉદ્યોગોએ કામગીરી શરૂ કરી દીધી છે.

ફેક્ટરીઓઓમાં માત્ર 20 ટકા ઉત્પાદન
જ્યારે હકીકત કંઈક અલગ જ છે, મોટાભાગના કારખાનાઓની ઉત્પાદન ક્ષમતા 20 ટકા જ છે. સુરત પાછા ફરતા કામદારોના જણાવ્યા મુજબ આનુ કારણ એ છે કે બહુ ઓછા કામદારો પાછા ફર્યા છે. કામદારોએ પાછા ફરવા માટે ટ્રેન અથવા બસના ભાડા માટે બહુ મોટી રકમ ચૂકવવી પડે છે જે દરેક માટે સંભવ હોતી નથી. વળી, ટ્રાન્સપોર્ટ સુવિધા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. કાર્યકર્તાના જણાવ્યા મુજબ મોટાભાગની ફેક્ટરીઓ બંધ છે અને જે ચાલુ છે તેમાં માત્ર 20 ટકા ઉત્પાદન થઈ રહ્યુ છે. હમણા શહેરમાં મજૂરોને પાછા આવવા માટે કોઈ પ્રોત્સાહન નથી.

કામદારોને પાછા લેવા ગયા યુપી, રાજસ્થાન
કામદારોને પાછા લાવવા અને પ્રોત્સાહિત કરવા માટે ફેક્ટરી માલિકોએ દૈનિક વેતન વધારી દીધુ છે. જો કે સ્થળાંતર કરનાર કામદારોને આ વિશે શંકાશીલ છે કારણકે ફેક્ટરી માલિકોએ તેમને કહ્યુ છે કે જ્યાં સુધી અન્ય કામદારો નહિ આવે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. ઘણા કોન્ટ્રાક્ટરો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ગામોમાં માઈગ્રન્ટ વર્કર્સને લેવા માટે ગયા હતા પરંતુ ઘણા લોકો કોરોનાથી ડરતા હોય છે અને લૉકડાઉનની ઘોષણા પછી તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેનાથી પણ તે ગુસ્સામાં છે.












Click it and Unblock the Notifications
