For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડની નકલી મોટો કરાઈ જપ્ત

સુરતમાં એક એમ્બ્યુન્સમાંથી પોલીસે 25.80 કરોડ રુપિયાની નકલી નોટો જપ્ત કરી છે જેના પર

|
Google Oneindia Gujarati News

સુરતઃ સુરતમાં એક એમ્બ્યુન્સમાંથી પોલીસે 25.80 કરોડ રુપિયાની નકલી નોટો જપ્ત કરી છે જેના પર 'રિવર્સ બેંક ઑફ ઈન્ડિયા' અને 'ફિલ્મમાં ઉપયોગ માટે' એમ છપાયેલુ છે તેમ એક અધિકારીએ જણાવ્યુ હતુ. પોલિસે કહ્યુ કે આ નકલી નોટો ફિલ્મમાં ઉપયોગ માટે મુંબઈ લઈ જઈ રહ્યા હતા. પોલીસ અધિક્ષક(સુરત ગ્રામીણ) હિતેશ જોયસરે કહ્યુ કે પોલિસને સૂચના મળી કે એક એમ્બ્યુલન્સ દ્વારા નકલી ભારતીય મુદ્રાની ખેપ કામરેજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાંથી પસાર થશે.

rupees

તેમણે વધુમાં કહ્યુ કે આ સૂચના બાદ સ્થાનિક પોલીસે ગુરુવારે એક નાકા પર વાહનને રોક્યુ અને તેમાં છ બેગ ભરીને રાખવામાં આવેલ 2000 રૂપિયાની નોટો મળી. ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશ હેઠળ શું આ નોટોને નકલી માની શકાય કે નહિ તે માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકે કહ્યુ કે દરેક નોટ પર 'રિવર્સ બેંક ઑફ ઈન્ડિયા' અને 'ફિલ્મમાં ઉપયોગ માટે' એમ લખેલુ હતુ. એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઓળખ હિતેશ કોટડિયા તરીકે થઈ છે.

જોયસરે કહ્યુ કે પોલીસે ભારતીય રિઝર્વ બેંક, ભારતીય સ્ટેટ બેંક અને ફૉરેન્સિક સાઈસન્સ લેબોરેટરીના અધિકારીઓની મદદ માંગી છે જેથી જાણી શકાય કે શું નોટોને નકલી મુદ્રા તરીકે ગણી શકાય કે નહિ. પોલીસ અધિકારીએ કહ્યુ કે સુરતમાં જે વ્યક્તિ પાસેથી નોટની ખેપ લેવામાં આવી છે તેની ઓળખ થઈ ગઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. જોયસરે કહ્યુ કે અમે પૂરી તપાસ કરીશુ અને સુનિશ્ચિત કરીશુ કે આ પ્રકારની નોટ ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાન ન કરે અને લોકો સાથે છેતરપિંડી ના થાય.

English summary
Rupees 25.80 crores fake notes seized from ambulance in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X