For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

55 વર્ષીય નાના 13 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચરતો, પ્રેગ્નન્ટ થતાં ભાંડો ફૂટ્યો

55 વર્ષીય નાના 13 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચરતો, પ્રેગ્નન્ટ થતાં ભાંડો ફૂટ્યો

By Staff
|
Google Oneindia Gujarati News

સુરતથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. 55 વર્ષીય એક આધેડ 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. કિશોરી જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે આધેડના કૃત્ય વિશે માલૂમ પડ્યું. સંબંધમાં તે કિશોરીને દૂરનો નાના હતો. નરાધમ બાળકીને રૂપિયા આપી ફુસલાવતો હતો અને તેની સાથે કુકર્મ કરતો હતો.

55 વર્ષીય નાના કરતો દુષ્કર્મ

55 વર્ષીય નાના કરતો દુષ્કર્મ

કિશોરી દુખી રહેતી હતી. એક દિવસ તબિયત બગડતાં પરિજનો તેને નજીકના હોસ્પિટલે લઈ ગયા. જ્યાં તપાસમાં છોકરી ગર્ભવતી હોવાની પુષ્ટિ થઈ. તેને દોઢ મહિનાનો ગર્ભ હોવાની વાત સામે આવવા પર ચિકિત્સકે ગુરુવારે સાંજે પોલીસને જાણકારી આપી. પોલીસે મોડી રાતે પૉક્સો એક્ટ અંતર્ગત આરોપી નાના સામે મામલો નોંધ્યો છે.

પરિજનોએ મામલો દબાવવાની કોશિશ કરી

પરિજનોએ મામલો દબાવવાની કોશિશ કરી

પોલીસે જણાવ્યું કે પરિજનો આ મામલાને દબાવવાની કોશિશ કરી રહ્યા હતા. જો કે ચિકિત્સકે એવું ન થવા દીધું. પોલીસને આ મામલે ખબર પડી ત્યારે તેમણે છોકરીની પૂછપરછ કરી. તે પણ કહેવાથી ડરી રહી હતી. છ કલાક સુધી તેનું કાઉન્સલિંગ કરવા પર અસલિયત સામે આવી.

પોલીસે 6 કલાક પૂછ્યું ત્યારે છોકરીએ આપેવીતી જણાવી

પોલીસે 6 કલાક પૂછ્યું ત્યારે છોકરીએ આપેવીતી જણાવી

પીડિતાએ પોતાની સાથે થયેલ હેવાનિયત વિશે પોલીસને વિસ્તૃત જણાવ્યું. નિરીક્ષક વી.યૂ. ગડરિયાએ કહ્યું કે તે 9મા ધોરણમાં ભણે છે. બળાત્કાર કરનાર શખ્સ 55 વર્ષનો તેનો દૂરનો નાના છે, જે મૂળ બિહારનો રહેવાસી છે અને સુરતમાં લોટની ચક્કી ચલાવે છે.

ડૉક્ટરે સૂચના આપી હતી

ડૉક્ટરે સૂચના આપી હતી

આરોપીનું ઘર પીડિતાના ઘરની નજીક હોવાથી આવવા જવાનું રહેતું હતું. એવામાં કોઈને શક નહોતો થતો. તેણે કેટલીય વાર રેપ કર્યો. કિશોરી ગર્ભવતી બની ગઈ, તે પરિજનોને પણ નહોતી બતાવી શકતી. જો કે હોસ્પિટલમાં સચ્ચાઈ સામે આવી ત્યારે પણ ફરિયાદ કરવાને બદલે પરિજનોએ મામલાને દબાવવાની કોશિશ કરી. ડૉક્ટરે પોલીસને સૂચના આપ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

English summary
Surat: 55 year old relative misdeed 13 year old girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X