Surat: સુરતમાં સેપ્ટિક ટેન્કની સફાઇ કરતા સમયે બિહારના ચાર મજૂરોના મોત

Surat: સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યા અનુસાર, સુરતના એક ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઇ દરમિયાન બિહારના ચાર પ્રવાસી મજૂરોના મોત થયા હતા. આ ઘટના મંગળવારની સાંજની છે. જે પલસાણા-કટોદરા રોડ પર એક રંગની ફેક્ટરીમાં બની હતી.

આ ઘટનાની જાણકારી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સેપ્ટિક ટેન્ક સાફ કરતા સમયે બે સફાઇકર્મી શરૂઆતમાં બેભાન થઈ ગયા હતા, જે બાદ બે લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

cleaning a septic tank

બિહારના વતની છે સફાઇકર્મીઓ - તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ મજૂરો બિહારના છે. મૃત્યુ પામેલા લોકોના નામ વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. બારડોલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) એચ એલ રાઠોડે જણાવ્યું હતું કે, ફેક્ટરીના વરિષ્ઠ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

DSP રાઠોડે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, ચાર કામદારો સેપ્ટિક ટેન્ક સાફ કરવા ગયા હતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે, અમે ફેક્ટરીના વરિષ્ઠોની પૂછપરછ કરી રહ્યા છીએ.

આ ચારેય મૃતકો બિહારના નિવાસી છે. બુધવારની સવારે 6.30 કલાકે કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કામદારોને બેભાન અવસ્થામાં જોયા, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, અમને બુધવારની સવારે 6:30 કલાકે એક કોલ મળ્યો, જેના પગલે એક ટીમ સ્થળ પર પહોંચી અને જાણવા મળ્યું કે, ચાર મજૂરો કથિત રીતે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક મજૂરો કારખાનાની કોલોનીમાં રહેતા હતા.

ઉલ્લેખનીય બાબત છે કે, 10 નવેમ્બરના રોજ પણ ભાવનગર મહાનગરપાલિકાની સેપ્ટિક ટેન્કની સફાઇ કરતા સમયે મોત નિપજ્યું હતું. આ સાથે અન્ય એક કર્માચારી આ ઘટનામાં ઘાયલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X