ગર્લફ્રેન્ડની બીજે સગાઈ થઈ જતા ગુસ્સે થયેલા પ્રેમીએ સળગાવ્યુ બાઈક
એક માથા ફરેલ આશિકે સગાઈ થઈ જવાના કારણે પ્રેમિકાના ભાવિ પતિના ઘરમાં આગ લગાવવાની કોશિશ કરી.
સુરતઃ ગુજરાતમાં સુરતના પૂણાની સીતારામ સોસાયટી વિભાગ-1માં રહેતા એક માથા ફરેલ આશિકે સગાઈ થઈ જવાના કારણે પ્રેમિકાના ભાવિ પતિના ઘરમાં આગ લગાવવાની કોશિશ કરી. ત્યાં ધક્કામુક્કીમાં કેરોસીન છલકાઈને બાઈક પર પડી ગયુ તો તેણે બાઈકમાં જ આગ લગાવી દીધી. પોલિસ સમક્ષ ફરિયાદ કરાવતા આ કેસ સામે આવ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના નવ મહિના પહેલા થઈ, ડરના કારણે હવે ફરિયાદ કરવામાં આવી છે.

પોલિસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર સુરતના પુણા સ્થિત સીતારામ સોસાયટી વિભાગ-1માં રહેતા નારણ રણછોડ બલદાણિયાના દીકરા રવિની સગાઈ એક યુવતી સાથે થઈ હતી અને તેની મોટી બહેનની સગાઈ વિપુલ મનુબાઈ હડિયા સાથે થઈ હતી. બંનેના લગ્ન આવતા મહિને ડિસેમ્બર 2020માં થવાના છે. વળી, રવિ સાથે સગાઈ કરનાર યુવતી સંજીવ ઉર્ફે સંજય બાંભણિયા સાથે પ્રેમ સંબંધ હોત. જેના પર રવિએ બંનેના પ્રેમ સંબંધની વાત વિપુલને જણાવી દીધી. ત્યારે વિપુલ સંજય બાંભણિયાને તે યુવત સાથે સંબંધ તોડવા માટે સમજાવવા ગયો હતો. પરંતુ ત્યાં બંને વચ્ચે મારપીટ થઈ ગઈ. આરોપ છે કે સંજયે પોતાના અમુક લોકોને સાથે લઈ જઈને વરાછા સ્થિત રવિની ઑફિસમાં જઈને તેને ધમકી આપી.
એટલુ જ નહિ સંજયે કેરોસીનથી ભરેલી બોટલ લઈને રવિના ઘરે પહોંચી ગયો. જ્યાં તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ જેના કારણે કેરોસીન બાઈક પર પડી ગયુ ત્યારે સંજયે તેમાં આગ લગાવી દીધી. કેરોસીનની આગથી તે બાઈક આખુ સળગીને ખાખ થઈ ગયુ. આ ઘટના 10 માર્ચની છે. ત્યારબાદ હજુ એક સપ્તાહ પહેલા સંજયે ફરીથી ધમકીઓ આપવાની શરૂ કરી દીધી. તેણે રવિના પિતાને રસ્તામાં રોકીને ધમકાવ્યા. ત્યારબાદ કેસ પોલિસ પાસે પહોંચ્યો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
