Surat: સામુહિક આપઘાત કેસમાં હાર્ડવેર વેપારી ધરપકડ, આપી હતી દુષ્પ્રેરણા

Surat mass self killing case: થોડા દિવસો પહેલા અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામુહિક આપઘાત કરી લીધો હતો, જેના કારણે સમગ્ર રાજ્યમાં હોહા મચી ગયો હતો. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સુરત ડીસીપી રાકેશ બારોટ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા સમયે જણાવવામાં આવ્યું હતું કે, એક જ પરિવાર ના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જેની આત્મહત્યા ચિઠ્ઠી તે સમયે મળી આવી હતી.

રાકેશ બારોટે જણાવ્યું હતું કે, આ આત્મહત્યા ચિઠ્ઠીમાં આરોપીના નામ ન હતા, પરંતુ ઘરમાંથી રેકોર્ડ મળ્યા હતા. જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખ રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપી દિવાળી પહેલા પીડિતને 20 લાખ ચૂકવી દેવા માટે પ્રેશર કરતો હતો. જેમાં ફર્નિચરના બિલ હતા. જે કારણે મનીષ સોલંકીએ 1 કરોડની લોન માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી, પરંતુ લોન પાસ થઈ ન હતી.

Surat mass self killing case

પાર્ટનર ઈન્દ્રપાલ મનીષ સોલંકીને આવતી દિવાળી સુધીમાં ધંધાના લાખો રૂપિયાના બીલો ભરવા દબાણ કરતો હતો, પોલીસ તપાસ દરમિયાન મનીષ સોલંકીના ઘરમાંથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં પાર્ટનર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચરના કામમાં મનીષ સોલંકીનો પાર્ટનર હતો.

ઉલ્લેખનીય છે કે, મનિષ સોલંકી પરિવાર સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-2ના મકાન નંબર જી-1માં રહેતો હતો. ઈન્ટિરિયર ડિઝાઈન બિઝનેસમેન મનિષ સોલંકી, તેની પત્ની રીટા સોલંકી, પિતા કનુ સોલંકી, માતા શોભના, પુત્રીઓ દિશા અને કાવ્યા, પુત્ર કુશલ સોલંકીના મૃતદેહ અહીંથી મળી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X