Surat: સુરત શહેરમાં ત્રણ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું
Surya Namaskar Program in Surat: ગુજરાતમાં યોગાભ્યાસ દ્વારા નાગરિકોને સ્વસ્થ બનાવવાના નવા અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 01/01/2024ના રોજ સવારે 7 કલાકે ડુમસ બીચ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ચોક બજાર કિલ્લા સૂર્ય નમસ્કાર સુરત શહેરમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરદ્વારા આજે પોલીસ પારેડ ગ્રાઉન્ડ ખાતે ખાસ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રી મુકેશ પટેલ તથા મેયર દક્ષેશ માવાણી તથાં પોલીશ કમિશનર અજેય તોમર સાથે હાજરી આપી હતી.

કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024નો પ્રથમ દિવસે રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત સુરત ફોર્ટ ખાતે સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ કર્યા છે. સૂર્ય નમસ્કાર આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે. પ્રખ્યાત મોઢેરાના સૂર્યમંદિર ખાતે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે.
પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત ગુજરાતના 108 સ્થળોએ સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. જે આપણા સૌ માટે ગૌરવમય બાબત છે. આવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટઇન્ડિયાના વિઝન અન્વયે આપણે સૌ નિરામય જીવનના સંકલ્પ સાથે આપણા દૈનિક જીવનમાં સૂર્ય નમસ્કાર સહિત યોગાસનોને જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ અને યુવા મંડળના સહયોગથી મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં શહેરીજનોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુરત ખાતે વિવિધ સામાજિક અને સ્નેહમિલન સમારોહના સંકલિત અંશો...#PrafulPansheriya #Surat #SuryanamaskarChallenge #SocialProgram pic.twitter.com/hbqzNIpM6g
— Praful Pansheriya (@prafulpbjp) January 1, 2024
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
