For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે ડૂબવાની ઘટના, એક જ પરિવારના 3 સભ્યો સહિત 5ના મોત

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ગામના 10 લોકો બોટમાં બેસીને ઘાસ કાપવા માટે જઈ રહ્યા હતા. આ સમયે બોટ પલટી જવાને કારણે તેમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ગામના 10 લોકો બોટમાં બેસીને ઘાસ કાપવા માટે જઈ રહ્યા હતા. આ સમયે બોટ પલટી જવાને કારણે તેમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા આવ્યા છે. આ સાથે 2 લોકોના મૃતદેહો પણ મળી આવ્યા છે. હાલ બાકીના લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

drown

માંડવી તાલુકામાં આવેલા આમલી ગામ પાસે સ્થિત ડેમની વચ્ચે રહેલા ટેકરા પર ઉગેલું ઘાસ કાપવા માટે 10 લોકો બોટમાં બેસીને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક બોટ પલટી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બોટ પલટી જવાને કારણે ડેમના પાણીમાં 10 લોકો ડૂબ્યા હતા.

આ તમામ લોકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી છે. બોટ પલટી જવાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોટમાં સવાર 5 લોકો હજૂ સુધી મળ્યા નથી. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો ગૂમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.

મૂળ સુરતના અને હાલ પનામામાં રહેતા 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. એક જ પરિવારના અને મૂળ સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામના આહીર પરિવારના પિતા પુત્ર અને કાકા જણના દરિયામાં ડૂબી જવાથી મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દરિયામાં ન્હાવાની મજા માળવા ગયેલા પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.

English summary
Two drownings, 5 death including 3 members of the same family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X