બિઝનેસમેનની પત્ની દીકરી સાથે 5માં માળેથી કૂદી, બંનેના મોત
ગુજરાતમાં સુરતામાં ફરીથી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે.
સુરતઃ ગુજરાતમાં સુરતામાં ફરીથી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. આ વખતે અહીં પૂણા સ્થિત રુદ્રમણિ અપાર્ટમેન્ટમાં રહેતા કારખાનાના માલિકની પત્નીએ છત પરથી છલાંગ લગાવી દીધી. તે 3 વર્ષની દીકરીને ખોળામાં લઈને કૂદી પડી. નીચે પડતા જ બંનેના મોત થઈ ગયા. પોલિસે આ કેસની તપાસ શરૂ કરી જણાવ્યુ કે મૃતકનુ નામ કોમલ હતુ, તેના પતિનુ નામ આશિષ દેવેન્દ્ર સોમાણી છે. કોમલના આશિષ સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આશિષનુ સાડી પેકિંગના બૉક્સ બનાવવાનુ કારખાનુ છે. કોમલથી આશિષને મિસ્ટી નામની દીકરી થઈ હતી.

જણાવવામાં આવી રહ્યુ છે કે પરિવારથી અલગ રહેવા માટે કોમલે પતિ આશિષ સાથે બીજુ મકાન જોયુ હતુ. અહીં તેમનો પરસ્પર ઝઘડો થયો. ત્યારબાદ કોમલે મરવાનુ વિચાર્યુ અને નીચે કૂદી ગઈ. પોલિસનુ કહેવુ છે કે મા-દીકરી બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેમજ પૂણા પોલિસને મળેલી માહિતી અનુસાર મગોબ પાસે સીએનજી પંપની પાછળ રુદ્રમણિ અપાર્ટમેન્ટમાં આશિષ પોતાના માતાપિતા, પત્ની કોમલ(30), દીકરી મિસ્ટી(3) અને ભાઈ-ભાભી સાથે રહેતા હતા. કોમલે કહ્યુ હતુ કે હવે તે પરિવારથી અલગ રહેશે. ત્યારબાદથી આશિષ કોમલ સાથે અલગ રહેવા લાગ્યા હતા. બંને વચ્ચે ઝઘડો થયો હતો.












Click it and Unblock the Notifications
