ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઇલર ફાટતા ચાર લોકોના મોત, 7 ઘાયલ

વડોદરાના મકરપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આજે ફાર્માસ્યુટિકલ કંપનીના પ્લાન્ટમાં બોઈલર ફાટતાં એક મહિલા સહિત ચાર કામદારોના મોત થયા હતા, જ્યારે વિસ્ફોટમાં 7 થી 8 મજૂરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

વડોદરાના મકરપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આજે ફાર્માસ્યુટિકલ કંપનીના પ્લાન્ટમાં બોઈલર ફાટતાં એક મહિલા સહિત ચાર કામદારોના મોત થયા હતા, જ્યારે વિસ્ફોટમાં 7 થી 8 મજૂરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી ફાર્માસ્યુટિકલ કંપની કેન્ટન લેબોરેટરીઝના બોઈલરમાં આજે સવારે અચાનક વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી.

Boiler blast

વડોદરા પોલીસના ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, "અમે બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છીએ. 7 થી 8 કામદારો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, લગભગ અડધાથી એક કિલોમીટરના વિસ્તારમાં આવેલી ઈમારતોના કાચ તૂટી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અમને બ્લાસ્ટ અંગે ફોન આવ્યો હતો. હજૂ સુધી કોઈ કારણ નથી. 7 થી 8 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કામદારોએ બોઈલર પાસે રહેવા માટે ઘર બનાવ્યું હતું. આ અકસ્માતમાં મૃત્યુઆંક હજૂ વધવાની આશંકા છે. ઘાયલ અને મૃતકોમાં બાળકો પણ હોવાનું કહેવાય છે. ઉલ્લેખીય છે કે, તાજેતરમાં મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં એક કેમિકલ કંપનીમાં આવી જ એક ઘટનામાં સાત લોકોના મોત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X