કોરોના: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 2257 કેસ નોંધાયા, 3 દર્દીઓના મોત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 2257 કેસ નોંધાયા છે. ગઇકાલે શુક્રવારે કોરોનાના 2527 કેસ નોંધાયા હતા. આમ ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના 270 કેસ ઓછા નોંધાયા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 2257 કેસ નોંધાયા છે. ગઇકાલે શુક્રવારે કોરોનાના 2527 કેસ નોંધાયા હતા. આમ ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના 270 કેસ ઓછા નોંધાયા છે. કોરોનાની કેસની કુલ સંખ્યા 1,16,997 ઉપર પહોંચી ગઇ છે. આજે 3698 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 94,183 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે વધુ 3 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 643 ઉપર પહોંચ્યો છે.

વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 22,171 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 21,655 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 516 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 31 દર્દીઓ વેન્ટિલેટર પર, 74 દર્દીઓ આઇસીયુમાં અને 234 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 9,028 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 393, પશ્ચિમ ઝોનમાં 472, ઉત્તર ઝોનમાં 460 અને દક્ષિણ ઝોનમાં 491 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 441 કેસ નોંધાયા હતા.
ત્રીજી લહેરમાં આ મહિનાથી કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓનાં મોત પણ થવાનાં શરૂ થયા છે. છેલ્લા 14 દિવસમાં સારવાર દરમિયાન સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 38 દર્દીઓનાં મોત થયા હતા. જોકે, આ દિવસો દરમિયાન સત્તાવાર મોત માત્ર 30 જ જાહેર કરવામાં આવ્યાં છે. આ મૃતકો પૈકીના કાં તો વૃદ્ધ હતા અથવા અન્ય કોઇ ગંભીર બીમારીથી પીડાતા હતા.
કોરોનાની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ પૈકી સયાજી અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં 84 દર્દી છે. 14થી 28મી જાન્યુઆરી દરમિયાન ગોત્રી હોસ્પિટલમાં 16 અને સયાજીમાં 22 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ દર્દીઓ પૈકી 21 વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે 3 વર્ષની એક બાળકી અને એનિમિયાગ્રસ્ત 31 વર્ષ યુવાન (બંને ગોત્રી હોસ્પિટલમાં)નાં મોત નિપજ્યાં છે. આ વિશે સયાજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ઓ.બી. બેલિમે જણાવ્યું કે, 'સરકારી હોસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓ જેમના કોરોનાની સારવાર દરમિયાન મોત થાય છે તે કાં તો મોટી વયના હોય છે અથવા કોઇ ગંભીર બીમારીથી પીડાતા હોય છે. જો ગામડાથી આવતા હોય તો તેમની સઘન સારવાર શરૂ કરવામાં જ મોડું થઇ ગયું હોય છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
