For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધંધુકા હત્યાના વડોદરામાં પડઘા, હત્યારાઓને ફાંસી આપોના નારાથી કલેક્ટર પરિસર ગુંજ્યુ

ધંધુકા ખાતે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી તેના પડઘા વડોદરા શહેરમાં પણ પડ્યા છે. આજે માલધારી સમાજ અને વિવિધ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કિશનની હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. આ દરમિયાન સમગ્ર ક

|
Google Oneindia Gujarati News

ધંધુકા ખાતે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી તેના પડઘા વડોદરા શહેરમાં પણ પડ્યા છે. આજે માલધારી સમાજ અને વિવિધ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કિશનની હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. આ દરમિયાન સમગ્ર કલેકટર ઓફિસ અને પરિસર જયશ્રી રામ હત્યારાઓને ફાંસી આપો અને દેશના ગદ્દારોને ગોળી મારો ના નારાથી સતત એક કલાક સુધી ગુંજતી રહી હતી.

Vadodara

વડોદરા ખાતે માલધારી સમાજના આગેવાનો ભગવાનભાઇ ભરવાડની આગેવાનીમાં આજે કારેલીબાગ વુડા સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો એકત્ર થયા હતા અને કિશનના હત્યારાઓને ફાંસીની માંગ સાથે રાવપુરા આવેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી પહોંચતા સુધીમાં માલધારી સમાજના લગભગ 200થી વધુ લોકો એકત્ર થઇ ગયા હતા.

વડોદરાના માલધારી સમાજના આગેવાન ભગવાનભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, કિશન મર્યો નથી તે શહીદ થયો છે. કિશન જેવા 5 લાખ યુવાનો હજુ પણ આ સમાજમાં છે અને લડતા રહેશે. કિશનના હત્યારાઓને ઝડપથી ફાંસીની સજા આપવા માટે સ્પેશ્યલ બેચ બનાવી જોઈએ. કિશોરની હત્યા થઈ ત્યારે તેની દીકરી માત્ર 20 દિવસની જ હતી. આટલી નાનકડી દીકરી એ તેના પિતાનું વ્હાલ પણ મળ્યું ન હતું અને પિતાની છત્રછાયા ગુમાવવી પડી જે ખૂબ જ દુઃખદ બાબત છે.

કલેકટર કચેરી ખાતે શિવસેના અને બજરંગ દળ દ્વારા પણ કિશન ને ન્યાય આપવા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન એક કલાક સુધી કલેકટર કચેરી અને પરિસર ફાંસી આપો ફાંસી આપો કિશન ના હત્યારાઓને ફાંસી આપો તેમજ જયશ્રીરામ ના નારા સાથે ગુંજતા રહ્યા હતા.'

English summary
Echoes of Dhandhuka murder reverberate in Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X