H3N2 influenza virus : H3N2 ઇન્ફ્લુએન્જા વાયરસને કારણે ગુજરાતમાં પહેલું મોત નોંધાયું

H3N2 influenza virus : H3N2 વાયરસ ગુજરાતના વડોદરામાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. 58 વર્ષીય મહિલા હાઈપરટેન્શનની દર્દી હતી, શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

H3N2 influenza virus : દેશમાં H3N2 influenza virus નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ વચ્ચે વડોદરા જિલ્લામાં H3N2 influenza virus ને કારણે પહેલું મોત નોંધાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 58 વર્ષીય મહિલા હાઇપરટેન્શનની દર્દી હતી. જેને શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી હતી, જે કારણે તે દવાખાને દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બે દિવસ પહેલા કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં દાખલ

બે દિવસ પહેલા કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં દાખલ

મળતી માહિતી મુજબ, મહિલા હાઈપરટેન્શનની દર્દી હતી અને ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવારદરમિયાન તેનું મોત નીપજ્યું હતું. દર્દીને બે દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે દેશમાં ત્રીજું મોત

H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે દેશમાં ત્રીજું મોત

ઉલ્લેખનીય છે કે, H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે ગુજરાતમાં આ પ્રથમ અને દેશમાં ત્રીજું મૃત્યુ છે.

આ અગાઉ સરકારે જણાવ્યું હતુંકે, H3N2 વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત હરિયાણામાં અને બીજાનું કર્ણાટકમાં થયું હતું.

હાલમાંગુજરાતના વડોદરામાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા દર્દીના મૃત્યુની તપાસ માટે નમૂનાઓ અમદાવાદ મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

ઉલ્લેખનીય છે કે, H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વચ્ચે ગુજરાતમાં કોરોના કેસની ઝડપ સતત વધી રહી છે.

ગુજરાતમાં શનિવારના રોજ51, રવિવારના રોજ 48 અને સોમવારના રોજ 45 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 144 કેસ નોંધાયાછે.

કોવિડ જેવા છે H3N2 અને H1N1 ના લક્ષણો

કોવિડ જેવા છે H3N2 અને H1N1 ના લક્ષણો

નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં અત્યાર સુધી માત્ર H3N2 અને H1N1 સંક્રમણ જ જોવા મળ્યા છે. બંનેમાં કોવિડ જેવા લક્ષણો છે.

તેમના લક્ષણોમાં સતત ઉધરસ, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ઘરઘરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દર્દીઓએ ગળામાંદુઃખાવો, શરીરમાં દુઃખાવો અને ઝાડા પણ નોંધ્યા છે. આ લક્ષણો લગભગ એક અઠવાડિયા સુધી ટકી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X