ગુજરાતઃ વડોદરામાં પણ પત્થરમારો, મંદિરને બનાવ્યુ નિશાન, 5 ઘાયલ, ઘટના સ્થળે પોલિસ તૈનાત
વડોદરામાં બે જૂથો વચ્ચે થયેલા ટકરાવ બાદ ત્યાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરાઃ વડોદરામાં બે જૂથો વચ્ચે થયેલા ટકરાવ બાદ ત્યાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલિસે નિવેદનમાં કહ્યુ છે કે ઘટનાની સૂચના મળતા જ કમિશ્નર સાથે પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં રવિવારે મોડી રાતે પત્થરમારો થયો અને ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ ઘાયલોમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલિસનુ કહેવુ છે કે ઉપદ્રવીઓએ એક મંદિરને પણ નુકશાન પહોંચાડ્યુ છે.

પોલિસના જણાવ્યા અનુસાર એક જૂથ તરફથી પત્થરમારો કરવાના કારણે ત્યાં હિંસા ભડકી. આ હિંસક ઝડપ દરમિયાન એક મંદિરની અંદર મૂર્તિને પણ નિશાન બનાવવામાં આવ્યુ. આનાથી સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ ગઈ. જો કે, ત્યાં પૂરતી સંખ્યામાં પોલિસ બળ બોલાવ્યા બાદ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.
જણાવવામાં આવી રહ્યુ છે કે પોલિસ બળ રાતોરાત મૂર્તિને એક નવી મૂર્તિ બદલવામાં સફળ રહ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઝડપ સોમવારે સવારે લગભગ 12 વાગ એક સામાન્ય માર્ગ અકસ્માતના કારણે થઈ. આ દરમિયાન ઘટના વિશે પોલિસે કહ્યુ કે અમુક આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે એક સામાન્ય વાતમાં અહીં ટકરાવ થયો જેના પરિણામ સ્વરૂપ પત્થરમારો થયો.












Click it and Unblock the Notifications
