રાજકોટ અને વડોદરામાં નગર રચના અધિકારીની નિમણૂક કરાઈ
Rajkot and Vadodara: ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગર રચના યોજના નંબર 28 A, ખટંબા-પવલેપુર-શંકરપુરા, નગર રચના યોજના નંબર 35, મવડી અને નગર રચના યોજના નંબર 36, મવડી મંજૂર કરવામાં આવી છે, તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા અનુસાર નગર રચના યોજના નંબ 228એ, 35 અને 36ને આખરી કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અંતર્ગત નગર રચના યોજના નંબર 28એ માટે રાજ્ય સરકાર નગર નિયોજક-1, વડોદરા નગર રચના યોજના એકમની તેમજ નગર રચના યોજના નંબર 35 અને 36 માટે રાજ્ય નગર નિયોજક-2, રાજકોટ નગર રચના યોજના એકમની નગર રચના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
