વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં 3 સિક્યોરિટી ગાર્ડ્ઝે દર્દીના સગાને માર મારતો વીડિયો વાયરલ

ગુજરાતમાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીના સગાઓને સિક્યોરિટી દ્વારા માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વડોદરાઃ ગુજરાતમાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીના સગાઓને સિક્યોરિટી દ્વારા માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો છે. બનાવની વિગત એવી છે કે વડોદરાની સયાજી હોસ્પિટલ ફરીથી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ્ઝની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં સિક્યોરિટી ગાર્ડઝ દર્દી સાથે આવેલા સગાને લાકડી વડે મારી રહ્યા છે.

vadodara

મહિલા યુવાનને બચાવવા માટે બૂમો પાડી રહી છે પરંતુ સિક્યોરિટી ગાર્ડ્ઝ યુવાનને નિર્દયતાથી મારી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. માહિતી અનુસાર આ વીડિયોમાં સંબંધી એક મહિલા સાથે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે ઉભો હતો. તે દરમિયાન કોઈ કારણસર બોલાચાલી થતા ગુસ્સો ભરાયેલા સિક્યોરિટી ગાર્ડે યુવાનના લાકડીથી મારવાનુ શરૂ કરી દીધુ. મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી અને યુવાનની હાલત ગંભીર થઈ રહી હતી તેમ છતાં 3 સિક્યોરિટી ગાર્ડ યુવાનને લાકડીથી મારતા જ રહ્યા.

અન્ય એક સિક્યોરિટી ગાર્ડ સંબંધી સાથે આવેલ બીજા એક યુવાનને મારવા તેની પાછળ દોડે છે. વડોદરાની સયાજી હોસ્પિટલની છબી કૉન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખરડાઈ છે. આ અગાઉ પણ સિક્યોરિટી ગાર્ડઝ દ્વારા મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. લોકો દ્વારા આ લોકો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ ઉઠી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X