વડોદરા: ખેતરમાં ચાલવા જેવી નજીવી બાબતે યુવકની જાહેરમાં હત્યા કરાઇ

વડોદરાના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમ

વડોદરાના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમાં આવેલ શિવરાજસિંહના ભાગમાં રહેતા વિક્રમસિંહ ઉર્ફે ગોપી સિંધાની નજીવી બાબતે તેના જ ફળિયામાં રહેતા વિપુલ ગોહિલ નામના શખ્સે હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક ગોપી તેની વિધવા માતા સંબાબેન સિંધા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

Vadodara

અનગઢ ગામમાં આવેલ હઠીપુરામાં મૃતક ગોપીની નાનીનું ખેતર આવેલું છે, તેની બાજુમાં જ આરોપીનું પણ ખેતર આવેલું છે. મૃતક અવાર નવાર જતો હતો સાથે જ છૂટક ડ્રાઈવિંગ કરી પોતાનો અને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. મૃતકની માતા બજારમાં શાકભાજી લેવા ગઈ ત્યારે ગામના ફળિયામાં રહેતા અને શનાભાઈ ગોહિલે કહ્યું કે, ગોપી સિંધાએ તેનો ભત્રીજો ગોપાલ ખેતરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે મારા ખેતરમાંથી થઇને જવાનું નહિ કહી ગાળાગાળી કરી હતી.

આરોપી મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીના ઘરે સાંજે પહોંચી તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી. જેમાં આરોપી વિપુલે ગોપીને માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો. જેથી તે જમીન પર પડી ગયો અને માંથમાંથી લોહી નીકળવા લાગ્યું.

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ગોપીનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જેથી મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીની માતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ ગોહિલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે બનાવના સ્થળે પહોંચી વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. તેમજ એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી છે. સાથે જ નજીવી બાબતમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી વિપુલ ગોહિલની સઘન શોધખોળ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X