Vadodara : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એક્શનમાં
Vadodara : વડોદરાના હરણી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
એરપોર્ટની સુરક્ષા સંભાળતા CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) ના ઈમેઈલ આઈડી પર આ ધમકી મોકલવામાં આવી હતી.

આ મેઈલ સવારે 11 કલાકે કરવામાં આવ્યો હતો. ધમકી મળતાની સાથે જ સુરક્ષા અધિકારીઓ તરત સક્રિય થયા હતા. CISF યુનિટ ASG ખાતે ફરજ બજાવતા અધિકારી પ્રદીપકુમાર ડી. રામે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો એરપોર્ટ પર દોડી આવી હતી. સમગ્ર એરપોર્ટ પરિસરમાં ઝીણવટભરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલમાં આ ધમકીભર્યો ઈમેઈલ કયા રાજ્યમાંથી મોકલવામાં આવ્યો છે, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ આ મેઈલના સ્રોતને ટ્રેસ કરવા અને ધમકી આપનાર આરોપીને વહેલી તકે પકડવા માટે સક્રિય બની છે.












Click it and Unblock the Notifications
