વડોદરાઃ વેબ કેમથી ચાલી રહ્યુ હતુ ઈન્ટરનેશનલ સેક્સ રેકેટ, 6 યુવતીઓ સહિત સંચાલક પકડાયો
ગુજરાતમાં વડોદરા શહેરના અકોટા વિસ્તારથી ઈન્ટરનેશનલ (વર્ચ્યુઅલ) સેક્સ રેકેટ સેન્ટરનો ભાંડાફોડ થયો છે.
વડોદરાઃ ગુજરાતમાં વડોદરા શહેરના અકોટા વિસ્તારથી ઈન્ટરનેશનલ (વર્ચ્યુઅલ) સેક્સ રેકેટ સેન્ટરનો ભાંડાફોડ થયો છે. આ સેન્ટર પર જેપી રોડ સ્થિત પોલિસ સ્ટેશનના પીઆઈ જેપી ગોસાઈની ટીમે રેડ પાડી. જ્યાંથી સેક્સ રેકેટના સંચાલક સહિત 8 યુવતીઓ પકડાઈ ગઈ. વળી, ડઝનેક લેપટૉપ, ઈમ્પોર્ટેડ સેક્સ ટૉય્ઝ તેમજ વેબ કેમના સાધન પણ જપ્ત કરવામાં આવ્યા. જાણવા મળ્યુ છે કે આ રીતના ધંધામાં રેકેટનો સંચાલક નીલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તા અત્યાર સુધી કોરોડ કમાઈ ચૂક્યો છે. વિદેશોમાં તે બિટકૉઈન દ્વારા મની ટ્રાન્સફર કરતો હતો.

પોલિસના જણાવ્યા મુજબ સેક્સ રેકેટરના સેન્ટરનો નામથી વર્ચ્યુઅલ રીતે ચલાવવામાં આવી રહ્યુ હતુ. જાણ મળતા પોલિસે બધાને રંગે હાથ પકડવાની યોજના બનાવી અને મોકો મળતા જ સેન્ટર પર રેડ પાડી દીધી. ત્યાં વડોદરાની 6, સુરતની 1 અને ઉત્તરપ્રદેશની 1 યુવતી મળી. સંચાલક પણ સ્થળ પરથી પકડવામાં આવ્યો. સંચાલકે કબૂલ્યુ કે આ રેકેટ બે વર્ષથી ચલાવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી લગભગ 30 યુવતીઓ કામ કરી ચૂકી છે. જેમને પુરુષો સાથે સેક્સ ચેટ કરવાનુ અને અંગ પ્રદર્શન પણ કરવામાં આવતુ હતુ.
મુખ્ય આરોપી નીલેશે કહ્યુ કે ગયા 2 વર્ષોમાં તે સવા કરોડની કિંમતના બિટકૉઈઇન ઈન્ટરનેશનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ચૂક્યો છે. તે રશિયામાં રહેતી પોતાની પત્નીના અકાઉન્ટમાં રકમ મોકલતો હતો. નીલેશે એ પણ કહ્યુ કે અમારા ધંધામાં એન્ટ્રી માટે ગ્રાહકોએ એક ટોકન લેવાની હતી. ટોકન લેવા દરમિયાન જ ઑનલાઈન પેમેન્ટ કરાતુ. આ ઈન્ટરનેશનલ વર્ચ્યુઅલ કૉલ સેન્ટરમાં લાઈવ સેક્સ ચેટ કરવામાં આવતી. વળી, પકડાયેલી યુવતીઓએ કહ્યુ કે અમને આ કામ માટે 20 હજાર રૂપિયા મહિને મળતા હતા.












Click it and Unblock the Notifications
