વડોદરાઃ મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ પગાર મુદ્દે હડતાળ પાડી ઠાલવ્યો આક્રોશ

વડોદરા શહેર નજીક મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ આજે પગાર પ્રશ્ને સ્વૈચ્છિક રીતે કામગીરીથી અળગા રહીને હડતાળ પાડી.

વડોદરાઃ વડોદરા શહેર નજીક પાદરા રોડ રેલવે સ્ટેશન પાસે આવેલી મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ આજે પગાર પ્રશ્ને સ્વૈચ્છિક રીતે કામગીરીથી અળગા રહીને હડતાળ પાડી કંપની મેનેજમેન્ટ સામે આક્રોશ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બેલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ કંપમીમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા 40 કામદારોને આજ દિન સુધી પીએફ તેમજ ગ્રેજ્યુઈટીના નાણા નહિ મળતા કામદારો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. આ ઉપરાંત કેટલાક કામદારો રિટાયર થઈ ગયા છતાં પણ આજ દિન સુધી પેન્શન માટે પણ વલખાં મારી રહ્યા છે. જ્યારે કેટલાક કામદારોના તો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે.

vadodara news

જ્યારે બીજી તરફ આ કંપનીમાં કામ કરતા કેટલાક કામદારોને ચાલુ કામે ઈજાઓ પહોંચતા તેઓને પણ વળતર ચૂકવવામાં આવતુ નથી. 40 વર્ષ જૂની આ કંપની છે અને આ અગાઉ પણ આ કંપનીમાં 250 જેટલા કામદારો કામ કરતા હતા. હાલ કંપનીમાં માત્ર 40 કામદારો કામ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી પગાર, ગ્રેજ્યુઈટી તેમજ પ્રોવિડન્ડ ફંડના પણ નાણા ન ચૂકવાતા આજે કામદારોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. કામદારોએ સ્વૈચ્છિક રીતે કામ બંધ રાખીને હડતાળ પર ઉતરી આવીને કંપની મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો.

સુરેશભાઈ પટેલ નામના કામદારે જણાવ્યુ કે, 'આ કંપની 40 વર્ષ જૂની છે. કંપનીમાં મોટર વ્હીલનુ કામ ચાલે છે. જે કામદારો રિટાયર થયા છે તેમને 2-3 વર્ષથી બોનસ, ગ્રેજ્યુઈટી, પીએફ નથી આપતા. ઘણા સમયથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. કેસ કરીએ તો આ લોકો જે દંડ ભરવાનો હોય એ ભરી દે છે પરંતુ કેસનો કોઈ નિવેડો આવતો નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X