વડોદરા નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત
અમદાવાદથી સુરત જઈ રહેલી ખાનગી બસને વડોદરા કપુરાઈ બ્રિજ પાસે અકસ્માત નડ્યો છે.
વડોદરાઃ અમદાવાદથી સુરત જઈ રહેલી ખાનગી બસને વડોદરા કપુરાઈ બ્રિજ પાસે અકસ્માત નડ્યો છે. ટ્રક અને ખાનગી વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નીપજ્યા છે. નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકમાં ખાનગી બસ ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. વળી, 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને વડોદરાની સયાજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક બાળક, બે મહિલા અને 3 પુરુષના મોત થયા છે. બસના ડ્રાઈવરે વહેલી સવારે ઘણું ભરેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. બસમાંથી મુસાફરોને કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા હતા.












Click it and Unblock the Notifications
