વડોદરામાં બે જૂથ વચ્ચે હિંસાક અથડામણ, તોફાનીઓએ પોલીસ પર ફેંક્યા પેટ્રોલ બોમ્બ

વડોદરામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ બે જૂથે એકબીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સાથે તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ અને ગાડીઓને આગ ચંપી કરી હતી. હિંસાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

વડોદરામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ બે જૂથે એકબીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સાથે તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ અને ગાડીઓને આગ ચંપી કરી હતી. હિંસાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તોફાનીઓએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના વડોદરાના પાનીગેટ વિસ્તારમાં ઘટી છે. પોલીસનું જણાવવું છે કે, તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

બે જૂથો વચ્ચે પથ્થરમારો

બે જૂથો વચ્ચે પથ્થરમારો

દિવાળીની રાત્રે વડોદરામાં હોબાળો થયો હતો. તોફાનીઓએ પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડ કરી હતી. પાણીગેટના હરણખાના રોડ વિસ્તારમાં હિંસા થઈ હતી.

નોંધનીય છે કે, આ મામલો ત્યારે બીચકાયો જ્યારે નજીવી તકરારમાં બે જૂથોસામસામે આવી ગયા હતા. જે બાદ બંને જૂથોએ જોરદાર પથ્થરમારો કર્યો હતો.

ટોળાએ વાહનોને આગ ચાંપી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. તોફાનીઓએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

તોફાનીઓની ઓળખ કરવામાં વ્યસ્ત પોલીસ

તોફાનીઓની ઓળખ કરવામાં વ્યસ્ત પોલીસ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને પથ્થરમારાની માહિતી મળી હતી. ત્યારપછી ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવશે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓ છે, તેઓ તોફાનીઓની ઓળખ કરશે. આ ઉપરાંત વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે, જેની મદદથી પથ્થરબાજોની ઓળખ કરવામાં આવશે.

વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ

વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેઓએ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. કોઈને આની મંજૂરી આપી શકાય નહીં. પેટ્રોલ બોમ્બ હુમલામાં એક ઓફિસર દાઝવાથી માંડ માંડ બચ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X