For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, આખરે શું છે શાકાહારી કૉન્ડોમ અને કેમ થઈ રહ્યા છે લોકપ્રિય ?

ગર્ભ રોકવા માટેના વિકલ્પમાં ગર્ભનિરોધક ગોળી સૌથી વધુ લોકપ્રિય છે. બાદમાં આવે છે કોન્ડોમનો વિકલ્પ. ઈન્ટીમેટ રોમાન્સ દરમિયાન પ્રેગ્નન્સી અને સેક્સ્યુઅલ ડિસીઝથી બચવા માટે કોન્ડોમ સૌથી સુરક્ષિત ઉપાય છે.

|
Google Oneindia Gujarati News

ગર્ભ રોકવા માટેના વિકલ્પમાં ગર્ભનિરોધક ગોળી સૌથી વધુ લોકપ્રિય છે. બાદમાં આવે છે કોન્ડોમનો વિકલ્પ. ઈન્ટીમેટ રોમાન્સ દરમિયાન પ્રેગ્નન્સી અને સેક્સ્યુઅલ ડિસીઝથી બચવા માટે કોન્ડોમ સૌથી સુરક્ષિત ઉપાય છે. માર્કેટમાં કોન્ડોમના જુદા જુદા પ્રકાર અને ફ્લેવર ઉપલબ્ધ છે. પરંતુ તમે ક્યારે કોઈ દુકાનમાં કોઈને શાકાહારી કોન્ડોમ ખરીદતા જોયા છે ? આ પહેલા તમે ક્યારેય વેજિટેરિયન કોન્ડોમ અંગે સાંભળ્યુ હતું ? ચાલો આજે જાણીએ કે શાકાહીર કોન્ડોમ શું છે ?

માર્કેટમાં શાકાહારી કોન્ડોમની વધી રહી છે ડિમાન્ડ

માર્કેટમાં શાકાહારી કોન્ડોમની વધી રહી છે ડિમાન્ડ

પહેલાના સમયમાં ઘેંટાના આંતરડામાંથી કોન્ડોમ બનાવવામાં આવતા હતા. બાદમાં કોન્ડોમ બનાવવા માટે પશુઓના શરીરમાંથી મળતા પ્રોટીન ‘કેસીન'નો ઉપયોગ થવા લાગ્યો. કોન્ડોમ જે રબરથી બનાવવામાં આવે છે, તેને પાતળુ કરવા માટે પ્રોટીન ‘કેસીન' વપરાય છે. પરંતુ જે લોકો શાકાહરી અને પર્યાવરણ પ્રેમી હોય છે, તે આ પ્રકારનું પ્રોટેક્શન નથી વાપરતા. એટલે જ શાકાહારી કોન્ડોમની માગ વધી રહી છે.

વૃક્ષની ચીકાશનો ઉપયોગ

વૃક્ષની ચીકાશનો ઉપયોગ

શાકાહીર કોન્ડોમ ફિલિપ સીફર અને વાલ્ડેમર જાઈલરે બનાવ્યો હતો. તે બંને આઈન્હોર્ન નામની કંપની ચલાવે છે. ઉલ્લેખનીય છે કે બીજા કોન્ડોમ બનાવવામાં પશુઓના પ્રોટીન કેસીનનો ઉપયોગ થાય છે, પરંતુ આ કંપનીના કોન્ડોમ આ રીતે નથી બનતા. ફિલીપ સીફર અ વાલ્ડેમર જાઈલર શાકાહારી કોન્ડોમ બનાવવા માટે કુદરતી ચીકાશનો ઉપયોગ કરે છે. કોન્ડોમને નરમ બનાવવા માટે આ ચીકાશનો ઉપયોગ કરવામાં આવે છે.

મહિલાઓ વધુ ખરીદે છે શાકાહારી કોન્ડોમ

મહિલાઓ વધુ ખરીદે છે શાકાહારી કોન્ડોમ

આઈન્હોર્ન નામની કંપની દ્વારા બનતા શાકાહારી કોન્ડોમ ખરીદનાર ગ્રાહકોમાં 20થી 40 વર્ષની ઉંમરના લોકો છે. આંકડા પ્રમાણે તેમાંથી 60 ટકા ગ્રાહકો મહિલાઓ છે. આ કંપની શાકાહારી કોન્ડોમ બનાવવા માટે પાછલા 30 વર્ષથી રબરના ઝાડ થાઈલેન્ડમાં વાવવામાં આવ્યા છે. આ માટે નાના ખેડૂતોને કામ પર રાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ ખેતરોમાં કીટનાશકોનો પણ ઉપયોગ નથી થતો.

English summary
vegetarian condoms, do you know about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X