ગાયક અભિજીત પર લાગ્યો મહિલાની છેડતીનો આરોપ, FIR નોંધાઇ

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડના જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્ય ફરી એક વાર વિવાદોમાં ફસડાઇ ગયા છે. જો કે આ વખતે તેમની પર વિવાદિત ટિપ્પણી કરવા માટે નહીં પણ મહિલાની છેડતી કરવાનો ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે.

અભિજીત ભટ્ટાચાર્ય પર એક 34 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે લોખંડવાલામાં દુર્ગા પૂજાના પંડાલમાં કૈલાશ ખેરના લાઇવ શો દરમિયાન અભિજીતે તેની સાથે છેડછાડ કરી.

abhijeet

મહિલાનું કહેવું છે કે કૈલાશ ખેરના લાઇવ શોમાં ભારે ભીડનો ફાયદો ઉઠાવીને અભિજીતે તે મહિલાને હાથ લગાવ્યો અને જ્યારે તે મહિલાએ વિરોધ કર્યો ત્યારે ગાયકે તેની જોડે ઝગડો કર્યા અને તેને શોની બહાર નીકાળી દીધી. નોંધનીય છે કે અભિજીત આયોજકોની કમિટીના મેમ્બર હતા.

આ મહિલાએ ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ગાયકની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. પોલિસે અભિજીતની સામે આઇપીસીની ધારા 354 એ, 506 અને 34 હેઠળ મામલો દાખલ કર્યો છે. તો બીજી તરફ અભિજીતે આ આરોપ ખોટા કહ્યા છે.

English summary
An FIR was lodged against controversial singer Abhijeet Bhattacharya late Thursday night at Oshiwara police station after a 34-year old woman accused him of molesting her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.