હાર્વર્ડમાં એડમિશન લેશે 10 વર્ષનો લુઇસ

Luis-Ramirez
મેક્સિકો સિટી, 20 જૂનઃ 10 વર્ષથી નાની ઉમરમાં અલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી તેજ બુદ્ધિ અને આઇક્યૂવાળા લૂઇસ રોબર્ટો રેમિરેજ આ વર્ષે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ક્વાંટમ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસાર્થે એડમિશન લેશે.

સમાચાર એજન્સી ઇએફઇ અનુસાર, મિકોએકન રેડિયો અને ટેલીવિઝન પર પ્રસારિત કાર્યક્રમમાં 10 વર્ષીય રેમિરેજે કહ્યું કે મારું સ્વપ્ન પોતાની કંપની ખોલવાનું અને જાતે જ આવિષ્કર કરેલી વસ્તુઓ વેચવાનું છે.

મિકોએકનના જમોરાનો રહેવાસી લુઇસે પાંચ વર્ષની ઉમરમાં જ જાતે અંગ્રેજી ભાષા શીખી લીધી હતી. હવે તે ફ્રેન્ચ અને ચીની ભાષા શીખી રહ્યો છે. બે વર્ષ પહેલા લુઇસના માતા-પિતાને અહેસાસ થયો કે તેમનો પૂત્ર બીજા બાળકોથી અલગ છે. તેની ઇચ્છાઓ અને તેની પસંદ, નાપસંદ તેની ઉમરના બાળકો કરતા ઘણી અલગ છે.

અંદાજે આઠ વર્ષની ઉમરે લુઇસનો આઇક્યૂ 152થી 160 વચ્યે હતો. જે વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇનના આઇક્યૂથી મળતો આવે છે. લુઇસના પિતા રોબર્ટો રેમિરેજે કહ્યું છે કે, અમે અમારા પુત્રની પ્રતિભા પર ગર્વ અનુભવીએ છીએ, પરંતુ અમારા માટે તે એક મોટી જવાબદારી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X