પાક મહિલા યુનિવર્સિટીની બસમાં બ્લાસ્ટ : 11નાં મરણ, 20 ઘાયલ

pak-women-uni-bomb-blast
ક્વેટા, 15 જૂન : બલુચિસ્તાન પ્રાંતના પાટનગર ક્વેટા શહેરની મહિલા યુનિવર્સિટીના કેમ્પસમાં એક બસની અંદર આજે એક જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછી 11 મહિલા વિદ્યાર્થિનીઓનાં મરણ નિપજ્યાં છે. આ હુમલામાં બીજી 20 જેટલી મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ ધડાકો થયાના એક કલાકની અંદર જ બોલાન મેડિકલ કોમ્પલેક્સમાં ધડાકા થયા હતા અને ગોળીબાર થયો હતો. આ હોસ્પિટલમાં આગલા બસ બોમ્બબ્લાસ્ટમાં ઘાયલ થયેલી મહિલાઓને દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર ઓછામાં ઓછા ત્રણ ધડાકા સંભળાયા હતા અને ગોળીબારના અવાજો પણ સતત આવતા રહ્યા હતા.

પોલીસનું કહેવું છે કે આઠ બંદૂકધારીઓએ હોસ્પિટલમાં પોઝિશન લીધી છે. એને લીધે સુરક્ષા જવાનોને કોમ્પલેક્સની અંદર જવામાં અવરોધ ઊભો થયો છે. ત્રાસવાદીઓના હુમલામાં પોલીસ અધિકારી અબ્દુલ મન્સૂર ખાનનું મરણ થયું છે. એમને માથામાં અને છાતીમાં ગોળીઓ વાગી હતી. એક સ્થાનિક ટીવી ચેનલનો એક પત્રકાર પણ ઘાયલ થયો છે. એને પગમાં ગોળી વાગી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X