Coronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોત

Coronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોત

નવી દિલ્હીઃ ખુદને સુપર પાવર માનનાર અમેરિકા કોરોના વાયરસ સામે બેબસ થઈ ચૂક્યું છે, અમેરિકામાં કોરોના વાયરસના કારણે થઈ રહેલ મોતનો આંકડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેમાં કોઈ ઘટાડો પણ થતો દેખાતો નથી. કોરોના વાયરસને કારણે અહીં સ્થિતિ બગડતી જઈ રહી છે. ચીનથી દુનિયાભરમાં કોરોના ફેલાયું, પરંતુ આજે અમેરિકા આનું સૌથી મોટો શિકાર બની ગયું છે. 1 દિવસમાં અમેરિકામાં સૌથી વધુ મોત થયાં છે.

24 કલાકમાં 1200ના મોત

24 કલાકમાં 1200ના મોત

24 કલાકમાં અમેરિકામાં કોરોના સંક્રમણના કારણે 1200 લોકોના મોત થયાં છે. આ વાયરસથી કોઈપણ દેશમાં એક દિવસમાં મોતનો આ સૌથી વધુ આંકડા છે. જેના એક દિવસ પહેલા અમેરિકામાં 1169 લોકોના મોત થયાં હતાં. કોવિડ-19ની આગળ બેબસ સુપરપાવર અમેરિકા કોરોનાના ફેલાતા સંક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 9000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

ડોનાલ્ડ ટ્મ્રપની નાકામીનું પરિણામ છે?

ડોનાલ્ડ ટ્મ્રપની નાકામીનું પરિણામ છે?

જૉન હૉપકિન્સ યૂનિવર્સિટી ટ્રેકર મુજબ અમેરિકામાં મોતના આંકડા તેજીથી વધુ રહ્યા છે. ગુરુવારે રાતે 8.30 વાગ્યાથી શુક્રવારે રાતે 8.30 વાગ્યા સુધીમાં 1200 લોકોના મોત થયાં છે. આખા અમેરિકામાં મૃતકોની સંખ્યા 9000ને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક થયું છે, જ્યાં 3000થી વધુ મોત થયાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મર્પ કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે નાકામ રહ્યા છે. જે વાયરસની શરૂઆત ચીનથી થઈ , તે અમેરિકામાં આવી રીતે તાંડવ મચાવી રહ્યો તે દંગ કરી દેતી વાત છે.

અમેરિકામાં તેજીથી ફેલાયો કોરોના

અમેરિકામાં તેજીથી ફેલાયો કોરોના

કોરોનાને કારણે અમેરિકામાં જેટલાં મોત થયાં તેટલાં ચીનમાં પણ નથી થયાં. જ્યારે ચીનના પાડોશી દેશ દક્ષિણ કોરિયા, જાપાન, ઈરાન સુધી કોરોનાનું સંક્રમણ ફેલાતું તો સમજમાં આવે છે, પરંતુ અમેરિકા સુધી આ સંક્રમણ પહોંચવું અને આટલી તેજીથી ફેલાવવું સમજની બહાર છે. ચીનમાં શરૂ થયેલ આ કોરોના વાયરસથી સૌતી વધુ સંક્રમિત અમેરિકા છે. જ્યાં એક દિવસમાં સૌથી વધુ મોત રેકોર્ડ થઈ છે. જ્યારે અમેરિકા સૌથી વધુ સંક્રમિત દર્દીવાળો દેશ બની ગયો છે. અમેરિકામાં કુલ 3,12,223 લોકો કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે જે આખી દુનિયામાં સૌથી વધુ છે. હાલાતને જોતા એક્સપર્ટ કહી ચૂક્યા છે કે અમેરિકામાં કોરોનાના કારણે 1થી 2.4 લાખ મોત થઈ ચૂક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X