પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન વિમાનથી બે હુમલા, 16 આતંકવાદીઓના મોત
ઇસ્લામાબાદ, 12 જૂન : પાકિસ્તાનના અશાંત કહેવાતા કબાયલી વિસ્તારમાં પાછલા 24 કલાકમાં બે અમેરિક ડ્રોન વિમાનથી કરવામાં આવેલા હુમલામાં 16 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પ્રકારના હુમલા પાંચ મહિના બાદ થયા છે.
આ અંગે ડૉન ન્યુઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમમાં આવેલા એક કબાયલી વિસ્તારમાં કરવામાં આવેલા ડ્રોન હુમલામાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યાર બાદ ઉત્તર વજીરિસ્તાનના દરગાહ મંડી વિસ્તારમાં કરવામાં આવેલા બીજા ડ્રોન હુમલામાં બીજા 6 આતંકવાદી માર્યા ગયા છે.

નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાનમાં છેલ્લો ડ્રોન હુમલો ડિસેમ્બર 2013ના અંતિમ સપ્તાહમાં કરવામાં આવ્યો હતો. તેમાં 3 આતંકવાદી માર્યા ગયા હતા. ત્યાર બાદ ડ્રોન હુમલા અચોક્કસ સમય માટે રોકી લેવામાં આવ્યા હતા. જેથી પાકિસ્તાન સરકારને છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા આતંકના અંત માટે તહરિકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે વાતચીત કરવાની તક પ્રાપ્ત થાય.
જો કે ગયા મહિને જ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબમાએ સ્પષ્ટ કર્યું હતું કે યોગ્ય માહિતીને આધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
