For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ બાદ આ જગ્યાએ પૂર અને ભૂસ્ખલનના કારણે 21 લોકોના​ મોત, 24 લાપતા

ભારે વરસાદ અને પૂર નેપામાં હાલ વિનાશ સર્જી રહ્યા છે. મંગળવારના રોજ પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. આ સાથે 24 લોકો હજૂ પણ લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

કાઠમંડુ : ભારે વરસાદ અને પૂર નેપામાં હાલ વિનાશ સર્જી રહ્યા છે. મંગળવારના રોજ પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. આ સાથે 24 લોકો હજૂ પણ લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ ભારે વરસાદ અને પૂરને કારણે ઘણા લોકો બેઘર થઈ ગયા છે.

nepal

નોંધનીય છે કે, મંગળવારના રોજ નેપાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. સિંધુપાલ ચોક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી.

ઉલ્લેખીય છે કે, ઉત્તરાખંડમાં પણ વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ તોફાની છે અને ઘણા પુલ તૂટી પડ્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. આવા સમયે લેમન ટ્રી રિસોર્ટની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. અત્યાર સુધીની માહિતી અનુસાર 40 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે બેઘર લોકોને 1 લાખ 9 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, મેં ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવર્તમાન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી સાથે વાત કરી હતી. તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

English summary
Heavy rains and floods are currently wreaking havoc in Nepal. Floods and landslides killed 21 people on Tuesday. With this, 24 people are still missing, whose search is currently underway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X