કુવૈતમાં હત્યાના આરોપમાં 25 ભારતીય મજદૂરોની ધરપકડ

murder
કુવૈત, 29 ઓગષ્ટ: કુવૈતમાં 25 ભારતીય મજદૂરોની પોલીસે હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ મજદૂરો પર આરોપ છે કે તેમણે મિસ્રના 2 નાગરિકોની હત્યા કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતીય મજદૂરોનો ઝગડો મિસ્રના મજદૂરો સાથે થયો હતો. આ અથડામણમાં મિસ્રના બે મજદૂરોના મોત થઇ ગયા. ત્યારબાદ કુવૈત પોલીસે ભારતીય મજદૂરોની ધરપકડ કરી લીધી છે.

જ્યારે ધરપકડ કરવામાં આવેલા મજદૂરોનું કહેવું છે કે કુવૈત પોલીસ તેમને ખાવાનું પણ નથી આપી રહી અને પ્રાથમિક સુવિધાઓ પણ નથી ઉપલબ્ધ કરાવી રહી. ધરપકડ કરવામાં આવેલા તમામ મજદૂર પંજાબના રહેનારા છે.

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના અંગે તેમની સંપૂર્ણ દેખરેખ છે. અને આ મામલામાં દૂતાવાસ સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. કુવૈતમાં ફંસાયેલા મજદૂરોના પરિજનોનું કહેવું છે કે જે સ્થળે કંપનીએ તેમને રાખ્યા હતા, ત્યા મિસ્રના લોકો સાથે થોડા દિવસ પહેલા તેમની ઝડપ થઇ હતી. આ ઝડપના કારણમાં વંશીય ભેદભાવને બતાવવામાં આવી રહ્યું છે અને કંપની પણ ભારતીય મજદૂરોની સાથે ભેદભાવ કરતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X