For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મુંબઇના હુમલાખોરોને કરાચીમાં મળી હતી ટ્રેનિંગ'

By Super
|
Google Oneindia Gujarati News

mumbai-terror-attack
કરાચી, 12 નવેમ્બરઃ પાકિસ્તાની અધિકારીઓએ રાવલપિંડી સ્થિત એક આતંકવાદ નિરોધી ન્યાયાલયને મુંબઇ હુમલામાં સામેલ આતંકવાદીઓને લશ્કર એ તૈયબાની શિબિરોમાં આપવામાં આવેલી ટ્રેનિંગ અંગે વિસ્તૃત જાણકારી આપી છે.

સમાચાર પત્ર ડોન દ્વારા રવિવારે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, ન્યાયધીશ ચૌધરી હબીબુર રહેમાને ગુન્હા તપાસ વિભાગના પાંચ નિરીક્ષકોના નિવેદન લીધા હતા, જે ફરિયાદી પક્ષના સાક્ષી છે.

નિરીક્ષકોએ જણાવ્યું કે આરોપીએ કરાચી, મનસેહરા, થત્તા અને મુઝફ્ફરાબાદ સ્થિત લશ્કરની શિબિરોમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પ્રશિક્ષણ કરાવનારામાં કથિત માસ્ટર માઇન્ડ ઝકીઉર રહમાન લખવી પણ સામેલ હતો.

ન્યાયાલયે જણાવ્યું કે, ઓકારા જિલ્લાના નિવાસી લખવી વિસ્ફોટક ઉપયોગ કરવામાં વિશેષજ્ઞ છે. તે પાકિસ્તાનના હસ્તગતવાળા કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર રહી ચૂક્યો છે.

નિરીક્ષકોએ ન્યાયાલયને જણાવ્યું કે, કેટલાક આરોપીઓ કરાચીના ગદપ કસ્બા પાસે સમુદ્રમાં પણ પ્રશિક્ષણ આપવા ગયા હતા. સંઘીય તપાસ એજન્સીના વિશેષ અભિયોજક અધિકારી ચૌધરી ઝુલ્ફિકાર અલીએ ન્યાયાલયને જણાવ્યું કે સાક્ષીઓએ કોઇપણ પ્રકારના દબાણ વગર પોતાના નિવેદન આપ્યાં છે.

English summary
Suspects in the 2008 Mumbai attacks case received training at various centres of the banned Lashkar-e-Toiba (LeT) militant organisation, including navigational training in Karachi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X