For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ચાર વાર અમેરિકા જવું ફળ્યું; MTCR સદસ્ય બન્યું ભારત

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર સાંજે અમેરિકા પહોંચ્યા હતા. પાંચ દેશોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દિવસીય યાત્રાના ચોથા દિવસે, ચાર ચાર, વાર અમેરિકાના ચક્કર મારવા મોદીને જબરા ફળ્યા હતા. મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય કૂટનિતી મોટી સફળતા ત્યારે મળી જ્યારે ભારત એમટીસીઆર એટલે કે "મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રીજિમ"નું સદસ્ય બન્યું. અને સાથે જ એનએસજી (ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ)પર પણ અમેરિકાએ ભારતનું સમર્થન મળ્યું.

નોંધનીય છે કે મોદીએ જ્યારથી સત્તા સાંભાળી છે ત્યારથી મોદી અને ઓબામાની આ સાતમી મુલાકાત છે. જ્યાં ઓબામા મોદીને ગળે મળ્યા ત્યાં જ મોદીએ પણ MTCR અને NSG માટે ઓબામાનો આભાર માન્યો હતો. ત્યારે શું છે એમટીસીઆર અને કેમ તે ભારત માટે મહત્વનું છે તે વિષે જાણો અહીં...

શું છે MTCR?

શું છે MTCR?

MTCR એટલે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રીજિમની શરૂઆત જી-7 દેશો દ્વારા વર્ષ 1987માં કરવામાં આવી હતી. જે દ્વારા કયા દેશ કોને મિસાઇલ ટેકનોલોજી વેચી રહ્યો છે. તે અંગે માહિતી મેળવી તેની પર નજર રાખી શકાય છે. હાલ આ ગ્રુપમાં 34 દેશો સદસ્ય છે અને ભારત તેનો 35મો બન્યો છે.

કેવી રીતે મળી સભ્યતા?

કેવી રીતે મળી સભ્યતા?

ભારતે આ માટે ગત વર્ષે આવેદન ભર્યું હતું. જે બાદ જો કોઇ દેશ તે વાતનો વિરોધ ના કરે તો તેની તેની સભ્યતા મળે છે. આ માટે વિરોધ વ્યક્ત કરવાની છેલ્લી તારીખ હતી 06 જૂન 2016. જોકે 34 સભ્યોમાંથી કોઇ પણ વિરોધ વ્યક્ત ન કરતા ભારતને આ સભ્યતા સરળતાથી મળી ગઇ.

ભારતને હવે શું ધ્યાન રાખવું પડશે?

ભારતને હવે શું ધ્યાન રાખવું પડશે?

આની સભ્યતા મળ્યા બાદ ભારતે પોતાની મિસાઇલ ટેકનોલોજી સાથે જોડાયેલી તમામ માહિતી સદસ્ય દેશોને આપવી પડશે. જો કે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે આનાથી મિસાઇલ વિકાસ કાર્યક્રમ પર કોઇ અસર નહીં થાય કારણ કે સંધિમાં કોઇ કાનૂની રોકટોક નથી. ખાલી જો તે કોઇ દેશને પોતાની મિસાઇલ ટેકનોલોજી વેચવા ઇચ્છતું હશે તો તેને આ જાણકારી આ સદસ્ય દેશોને આપવી પડશે.

ભારતને શું મળશે?

ભારતને શું મળશે?

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સદસ્યતા બાદ દુનિયાભરની શ્રેષ્ઠ મિસાઇલ્સ ટેકનોલોજી મેળવવામાં ભારતને સરળતા રહેશે.

NSG

NSG

ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતને જોડવા મામલે અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. જે ભારત માટે એક મોટી જીત સમાન છે. નોંધનીય છે કે આ મામલે પાક. અને ચીન પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. પણ અમેરિકાની મદદ ભારતના ફાયદામાં રહેશે.

પાકની જાટકણી

પાકની જાટકણી

વળી મોદીના આ પ્રવાસ બાદ અન્ય એક મોટી સફળતા તે મળી છે કે અમેરિકાએ ફરી એક વાર પાકિસ્તાનનો કાન આંબળ્યો છે. હાઉસ ઓફ ફોરેન અફેર્યસના ચેરમેન એડવર્ડ રાઇસે એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પઠાણકોટ હુમલાને ગંભીરતાથી લઇને પાકિસ્તાનની સરકાર આ અંગે કાર્યવાહી કરવાની વાત કરી છે. સાથે ફોરેન સેક્રેટરી એસ.જયશંકરે પણ જણાવ્યું છે કે અમેરિકા 26/11 મુંબઇ હુમલા અને પઠાણકોટના આરોપીઓને સજા આપવા મામલે ભારતનો સાથ આપશે.

English summary
New Delhi's turning towards pragmatism in its external affairs is a welcome development as it has kept pace with the ever-changing realities but it is only under Modi since 2014 that the shifting of goal has received a steady boost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X