ISISએ 4 શિયા જવાનોને જીવતા સળગાવી દીધા
બગદાદ: આતંકી સંગઠન ISIS નિર્દયતાથી લોકોના માથા ધડથી અલગ કરવા માટે જાણીતું છે. અને હવે ફરી એક વખત એવી જ નિર્દયતાના કારણે ચર્ચામાં છે. આ વખતે ISISએ 4 શિયા જવાનોને જીવતા સળગાવી દીધા છે. એટલું જ નહીં આ બર્બતાભર્યા કૃત્યનો ISISએ વિડીયો પણ બનાવ્યો છે.

ISISની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલો આ વિડીયો લગભગ પાંચ મિનીટનો છે. વિડીયોમાં સ્પષ્ટ નિહાળી શકાય છે કે ઓરેન્જ કલરનો જમ્પ શુટ પહેરેલા 4 શિયા જવાનોના હાથ પગ સખત જંજીરોથી બાંધવામાં આવેલા છે.
વિડીયોમાં નિહાળી શકાય છે કે આ તમામને એક લોખંડના ઢાંચાની ઉપરથી બાંધવામાં આવેલા છે. અને નીચે આગ લગાડી દેવામાં આવી છે. આ શિયા જવાનો પોતે હશ્દ શાબી ઉર્ફે પોપ્યુલર મોબલાઈઝેશન સંગઠનના સદસ્ય હોવાનું જણાવે છે.
આ જવાનોએ મરતા પહેલા જણાવ્યું હતુ કે તેમને અનબર પ્રાંતની રાજધાની રમાદીથી 400 કિલોમીટર દૂરથી બંધક બનાવવામાં આવ્યા હતા. આ વિડીયો ઈરાકના અનબરમાં શૂટ કરવામાં આવ્યો હતો. ISISએ જણાવ્યું હતુ કે આ ચારેય સરકાર તરફથી જાસૂસી કરવા માટે આવ્યા હતા.
વિડીયોમાં એક નકાબકોશ આતંકવાદી જણાવે છે કે ફલુઝા શહેરના પૂર્વમાં સ્થિત ગરમામાં શિયાઓ દ્વારા એક સુન્ની વ્યક્તિ અને દિયાલા પ્રાંતમાં ત્રણ સુન્નીઓને સળગાવીને મારવાના પ્રતિશોધમાં આ હત્યાઓ કરવામાં આવી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
