For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ છે સમાનતા?

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પાંચ રસપ્રદ સમાનતા વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ છે. રિપબ્લિકન નેતા તેના ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2015માં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. અને આજે તે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા છે. નોંધનીય છે કે તેમની જીતના એક દિવસ પહેલા તમામ લોકોનું કહેવું હતું કે ટ્રમ્પની હાર નિશ્ચિત છે અને હિલેરીની રાષ્ટ્રપતિ બનવાની શક્યતા પ્રબળ છે. પણ ટ્રમ્પે બધાને ખોટા પાડીને જે રીતે જીત મેળવી છે તેને 2014માં ભારતમાં મોદીની જીતને ફરી તાજા કરી દીધી છે.

ટ્રમ્પ: આપણે ફરીથી અમેરિકાને બનાવીશું, જીત પછીની સ્પીચટ્રમ્પ: આપણે ફરીથી અમેરિકાને બનાવીશું, જીત પછીની સ્પીચ

નોંધનીય છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અનેક સમાનતા છે. એટલું જ નહીં ટ્રમ્પના વિજય પછી પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે તેમના રાષ્ટ્રપતિ બનતા ભારત અને અમેરિકાના સંબંધો નવી ઊંચાઇઓ આંબશે.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રંપ બન્ને સંપૂર્ણ પણે જુદી જુદી વ્યક્તિઓ છે. પણ તેવી ધણી વાતો છે જે તેમનામાં એક જેવી છે. ત્યારે કંઇ વાતોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે સમાનતા છે વાંચો અહીં...

મોદીના અચ્છે દિન તો ટ્રમ્પના...

મોદીના અચ્છે દિન તો ટ્રમ્પના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની ચૂંટણી અભિયાનમાં "અચ્છે દિન"નો નારો લગાવ્યો હતો. જેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ જ રીતે અમેરિકામાં ટ્રમ્પે "મેક અમેરિકા ગ્રેટ"નો નારો આપ્યો છે. નોંધનીય છે કે અમેરિકાની જનતા પણ ઓબામાની કેટલીક નીતીઓથી નાખુશ છે ત્યારે આ નારોએ અમેરિકન લોકોને પોતાની તરફ આકર્ષ્યા હતા. અને ટ્રમ્પને જીત અપાવી હતી.

વાતોના જાદુગર

વાતોના જાદુગર

તે વાત તો ભારતનું દરેક વ્યક્તિ જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદ્ઘભૂત વાકછટા ધરાવે છે. અને આ જ કારણ છે કે તેમના વિરોધીઓને પણ તેમને સાંભળવા ગમે છે. તે જ રીતે ડોલાન્ડ ટ્રંપના પણ ચૂંટણી ભાષણો પર નજર નાખીએ તો તમને ખબર પડશે કે ટ્રંપની વાકછટા સારી છે. તે ટીવી શો પર, એન્કર સાથે પણ મજાક મસ્તી કરતા જોવા મળે છે. અને શોમેનશીન આ બન્ને નેતાઓમાં સારી રીતે હાજર છે.

જાણકાર

જાણકાર

બન્ને મોદી અને ટ્રમ્પના વિરોધીઓનું માનીએ તો આ બન્ને જણા ક્યારેક તેવી વાતો કરે છે જાણે તેમને બધુ જ ખબર હોય. તેમની પાસે દરેક મુશ્કેલીનો હલ હોય! તેમની આવી જ વાતો લોકોને તેમની તરફ આકર્ષે છે.

વિવાદ સાથે સંબંધ

વિવાદ સાથે સંબંધ

મોદીના જેટલા સમર્થકો છે તેટલા જ કે પછી કદાચ તેનાથી વધુ તેમના વિરોધીઓ પણ છે. તે જ રીતે ટ્રમ્પના નામે પણ એટલા વિવાદના વંટોળ છે કે પૂછા ના વાત. જેમ મોદી ચૂંટણી ટાણે એક વિવાદમાંથી બીજામાં પડતા હતા તેનાથી કંઇક ચાર ચારસી વધુ ટ્રંપ વિવાદોમાં પડી રહ્યા છે. તે પછી મુસલમાનોની વાત હોય કે મેક્સિકો શરણાર્થીઓની ટ્રંપ વિવાદો સાથે જોડાયેલા રહેતા હોય છે.

મોટી પાર્ટી સાથે જોડાણ

મોટી પાર્ટી સાથે જોડાણ

પીએમ મોદી શરૂઆતમાં આરએસએસના પ્રચારક હતા. અને પાછળથી તેમને ભાજપમાં એક પછી એક મોટા પદ મળતા ગયા. અને 2014માં જે દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા. તે જ રીતે વેપારી હોવાના કારણે ટ્રમ્પ તેમના સમયકાળે રાજકારણ અને રાજનેતાઓ સાથે જોડાયેલા રહ્યા. જેમ મોદી ભાજપ જેવી એક વિશાળ અને રાષ્ટ્રિય પાર્ટી સાથે જોડાયેલા છે તે જ રીતે ટ્રમ્પ પણ અમેરિકાની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી રિપબ્લિકન સાથે જોડાયેલા છે. અને આજે તે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે.

English summary
While Republican candidate Donald Trump is promising making America great, Indian Prime Minister Narendra Modi promised for Acche Din to the people of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X