રશિયાનાં તિમોવસ્કાયમાં 5 માળની બિલ્ડિંગમાં ભિષણ વિસ્ફોટ થતા ધરાશાયી, 9 લોકોના મોત

રશિયા-યુક્રેન સંઘર્ષે લાખો જીવનનો નાશ કર્યો છે. તે જ સમયે, યુદ્ધની વચ્ચે શનિવારે રશિયાના ફાર ઇસ્ટર્ન સખાલિન ટાપુ પર ટિમોવસ્કોયેમાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં ગેસ વિસ્ફોટના સમાચાર છે. આ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયાના અહેવ

રશિયા-યુક્રેન સંઘર્ષે લાખો જીવનનો નાશ કર્યો છે. તે જ સમયે, યુદ્ધની વચ્ચે શનિવારે રશિયાના ફાર ઇસ્ટર્ન સખાલિન ટાપુ પર ટિમોવસ્કોયેમાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં ગેસ વિસ્ફોટના સમાચાર છે. આ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. રશિયન સમાચાર એજન્સી TASS એ આ વિશે માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું હતું કે આજે સવારે મોસ્કોના સમય મુજબ લગભગ 5:03 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા. એક વ્યક્તિ ગુમ હોવાનું જાણવા મળે છે.

ગેસનો બાટલો ફાટ્યો

ગેસનો બાટલો ફાટ્યો

મળતી માહિતી મુજબ રશિયાના સખાલિન દ્વીપ પર એક બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે એપાર્ટમેન્ટનો બ્લોક તૂટી પડ્યો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા. સમાચાર મુજબ મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલ વ્યક્તિની શોધ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગવર્નરે શનિવારે કહ્યું કે રશિયાના પેસિફિક ટાપુ સખાલિનમાં પાંચ માળનો એપાર્ટમેન્ટ બ્લોક આંશિક રીતે તૂટી પડ્યો છે.

9 લોકોના મોત

9 લોકોના મોત

ઈમારતના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે 9 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ હજુ પણ લાપતા છે, જેની શોધ ચાલી રહી છે.ઘટનાને જોતા ઈમરજન્સી સેવાઓ બહાર પાડવામાં આવી છે. રશિયન સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે બિલ્ડિંગમાં વિસ્ફોટ ગેસ વિસ્ફોટને કારણે થયો હતો.

ગેસ સિલન્ડર ફાટવાથી થયું મોત

ગેસ સિલન્ડર ફાટવાથી થયું મોત

તાસ સમાચાર એજન્સીએ ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ જબરદસ્ત હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિલિન્ડર રસોઈ ગેસનું હોઈ શકે છે. ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X