અફઘાનિસ્તાનમાં ફરીથી આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ દ્વારા આપવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે.
ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી અંદાજે 10 કિલોમીટર નીચે હતી. અગાઉ 7 ઓક્ટોબરે આવેલા ભૂકંપમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. 7 ઓક્ટોબરે આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 હતી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને પાર કરી ગયો છે.

અગાઉ જૂન 2022માં પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકામાં આ સૌથી ભયાનક ભૂકંપ હતો. આ ભૂકંપમાં 1000 લોકોના મોત થયા હતા જ્યારે 1500 લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
