પાકિસ્તાન: ડ્રોન હુમલામાં સાત આતંકવાદીઓના મોત

ચેનલના જણાવ્યા અનુસાર અત્રેના હૈદર ખેલ નામના સ્થળ પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. અત્રેના જ એક અન્ય ક્ષેત્ર ખાસો વિસ્તારમાં ઘણા મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં પણ ત્રણ લોકોના મોત થયા છે. મરનારાઓમાં ચાર આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા રવિવારે થયેલા હુમલામાં દક્ષિણી વજીરીસ્તાનમાં 16 લોકો માર્યા ગયા હતા જેમાં તાલિબાની નેતા વલી મોહમ્મદ ઉર્ફ તુફાનનો પણ સમાવેશ થાય છે. જોકે તાલિબાન પ્રમુખ હકીમુલ્લાહ મહસૂદના ચચેરા ભાઇનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રોન હુમલા અમેરિકા દ્વારા સંચાલિત છે. ગયા અઠવાડિએ થયેલા ડ્રોન હુમલામાં મુલ્લા નજીર પણ માર્યો ગયો હતો.












Click it and Unblock the Notifications
