• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

72% NRI જો બિડેન માટે મતદાન કરવાનું વિચારી રહ્યા છેઃ સર્વે

|

વૉશિંગ્ટનઃ US Presidential Elections 2020: અમેરિકામાં આગલા મહિને થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય અમેરિકી એટિડ્યૂટ સર્વે એટલે કે આઈએએસ મુજબ 70 ટકાથી વધુ રજિસ્ટર્ડ ભારતીય અમેરિકી વૉટર્સ જૉ બિડેનને વોટ આપવાનું વિચારી રહ્યા છે અને માત્ર 22 ટકા વોટર્સ જ ટ્રમ્પને મત આપશે.

સપ્ટેમ્બરના પહેલા 20 દિવસમાં 936 ભારતીય અમેરિકીઓના જવાબના આધારે ડેટાનું ઑનલાઈન સર્વેક્ષણ કરવામાં આવ્યું, જે જણાવે છે કે "પાછલા અધ્યયનો મુજબ સમુદાયોના સભ્ય ડેમોક્રેટિક પાર્ટી સાથે દ્રઢતાથી ઓળખ કરવી ચાલુ રહે છે", 56 ટકા લોકોએ કહ્યું કે તેમણે ખુદની એક ડેમોક્રેટિક રૂપમાં ઓળખ કરી છે, જ્યારે માત્ર 15 ટકાએ જ ખુદને રિપબ્લિકનના રૂપમાં જોયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય અમેરિકી પોતાના મતદાનના ફેસલામાં અમેરિકા- ભારતના સંબંધને મોટું કારણ નથી માનતા અને તેઓ તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કંઈક કરવાની સંભાવનાની જેમ લે છે, જેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાના ઘનિષ્ઠ સંબંધો પર જોર આપ્યું છે અને ભારતીય સમુદાયોનું સમર્થન હાંસલ કરવા માટે ભારત સાથે મહાન સમર્થનનો દાવો કર્યો છે,

સર્વેક્ષણ મુજબ, અધિકાંશ ભારતીય અમેરિકી માને છે કે ડેમોક્રેટિક કોઈપણ મામલામાં અમેરિકી- ભારત સંબંધોના પ્રબંધનું સારું કામ કરે છે. આ દરમ્યાન ટ્રમ્પના ડેમોક્રેટિક ચેલેન્જર બિડેને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં સીનેટર કમલા હેરિનો ચૂંટ્યા છે, કમલા હેરિસ ભારતીય- આફ્રીકી મૂળના અમેરિકન છે. જેમણે પોતાના ભાષણો દ્વારા અમેરિકામાં ભારતીય સમુદાયમાં ડેમોક્રેટ્સ માટે માહોલ બનાવવામાં ઘણી સહાયક ભૂમિકા નિભાવી છે.

પ્રેસિડેંટ ડિબેટ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો પડકાર, જો બિડેન ડ્રગ ટેસ્ટ કરાવે

ઓગસ્ટ મહિનામાં કમલા હેરિસે પોતાની મા (શ્યામલા ગોપાલન) વિશે વાત કરી ઈડલી અને મસાલા ઢોસા માટે તેમના શોખનો ઉલ્લેખ કર્યા બાદ આખા ભારતમાં ચર્ચા મેળવી હતી. આમ જે કોઈપણ ઉમેદવાર ભારતીય વોટર્સને આકર્ષી શકશે તેમની અમેરિકાની ચૂંટણીની જીત પર પ્રભાવી અસર પડી શકે છે.

English summary
72% of NRIs are considering voting for Biden: Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X