કોઇ ચોરાવ્યો હાઇવે તો કોઇ કરી અંડરગાર્મેન્ટની ચોરી
પાછલા દિવસે રશિયામાં એક અજીબો ગરીબ ચોરીનો મામલો સામે આવ્યો. જ્યાં ચોરોએ એક હાઇવેને જ ચોરી કરી દીધી. બોલો હવે હાઇ વે કેવી રીતે ચોરાઇ! તે પણ 50 કિલોમીટર લાંબો હાઇવે. વધુમાં આ ચોરીના આરોપમાં એક જેલના અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે.
જો કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ દુનિયામાં અનેક અજીબો ગરીબ ચોરીઓ થઇ છે. જેના વિષે જાણીને ભલ ભલા લોકોને અચરજ પામી છે. ત્યારે આજે અમે તમને નીચેની સ્લાઇડમાં આવી જ કેટલીક અજીબો ગરીબ ચોરીઓ વિષે જણાવીશું જ્યાં કોઇએ હાઇ વે તો કોઇએ પુલ તો કોઇ જાણીતી હસ્તીના અંદરના કપડાં જ ચોરી લીધા છે. તો વાંચો દુનિયાની આવી અજીબો ગરીબ ચોરીઓ વિષે નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

એક સીનિયર પોલિસ અધિકારીની થઇ ધરપકડ
રશિયાના સીનિયર પોલિસ અધિકારી અલેક્ઝેન્ડર પ્રોટોપોપોવ પર ઉત્તર કોમી વિસ્તારમાં આવેલા હાઇવેની ચોરીનો આરોપ છે. રશિયાના મીડિયા મુજબ તેમણે રસ્તાના 7,000 મજબૂત કોન્ક્રીટના ટુકડાઓને વેચી દીધા છે. આ રસ્તાને 2014માં શોસી ઓલમ્પિક માટે આઠ બિલિયનના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2007ની ધટના
રશિયામાં 29 ડિસેમ્બર 2007ના રોજ અહીંના ખૌબરોસ્ક વિસ્તારમાં 200 ટનનો સ્ટીલનો પુલ ચોરી થઇ જવાની ખબર આવી હતી. આ પુલ 11.5 મીટર લાંબો હતો. અને તેમાં 50 સેન્ટીમીટરની ચાર પાઇપો પર સ્ટીલની પટ્ટીઓ લગાવવામાં આવી હતી. ચોરી કરનારે રાતો રાત આ પુલને કાપીને તેને સ્ક્રેપ મેટલની રૂપમાં વેચી દીધા હતા.

માર્ચ 1966ની ધટના
માર્ચ 1966માં બ્રિટન વિશ્વ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના આયોજનમાં વ્યસ્ત હતું. પુરસ્કારમાં આપવામાં આવતા કપને લંડન એગ્ઝિબિશન હોલમાં રાખવામાં આવ્યો હતો. 30,000 પાઉન્ડના જુલ્સે રિમે કપને એક કૂતરાએ શોધી નીકાળ્યો હતો. પછી 1983માં તે ગુમ થઇ ગયો હતો જે પછી તેનો કોઇ અત્તાપત્તા નથી.

મેડોનાનું અંડરગાર્મેન્ટ થયું ચોરી
વર્ષ 1992માં લોસ એન્જલિસમાં તોફાના દરમિયાન કેટલીક મહિલાઓના અંડરગાર્મેન્ટ પણ ચોરી થવા લાગ્યા હતા. ચોરે અહીંના ફ્રેડરિક ઓફ હોલીવૂડ દુકાનમાંથી લગભગ 20,000 ડોલરની કિંમતની વસ્તુઓ ચોરાવી હતી. જેમાં જાણીતી પોપ સિંગર મેડોનાનું અંડરગાર્મેન્ટ કે જેની પર સોનું લગાવામાં આવ્યું હતું તે પણ ચોરી થઇ ગયું હતું.

વર્ષ 2012ની ધટના
કનેડામાં ત્રણ લોકોએ મળીને કરોડો રૂપિયાનો મેપલ સીરપ ચોરાવ્યો હતો. તેમણે એક ગોડામમાંથી બે કરોડ કનેડિયન ડોલરનો મેપલ સીરીપ ચોરાવ્યો હતો.

ચોરી માટે નાની કારનો ઉપયોગ
વર્ષ 2012માં ચોરોએ ટ્રેલરવાળી નાની કારનો ઉપયોગ કરીને ચર્નોબિલ પરમાણી ધટનાની જગ્યાએથી 300 કિલો મેટર ચોરાવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલિસે તેને પકડી પાડ્યા.

ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં પોલિસે બે બ્રિટિશ અને એક લોકલ વ્યક્તિને થીમ પાર્કમાંથી ફેયરી પેન્ગવીન ડર્ક ચોરાવાના આરોપ હેઠળ પકડ્યા હતા. જો કે તેમણે પાછળથી કહ્યું હતુ કે તે લોકો દારૂના નશામાં આમ મજાકમાં કર્યું હતું. અને બીજા દિવસે તે આ પેંગવીનને પોતાના ઘરમાં જોઇને ચોકી ગયા હતા.

વર્ષ 1983ની ધટના
ફ્રેબ્રુઆરીમાં 1983માં આયરલેન્ડની બેલીમની સ્ટડ ફર્મમાં એક મોંધા ધોડા શર્ગારની ચોરી કરવામાં આવી હતી. આ ધોડાએ અનેક હરિફાઇઓ જીતી હતી. માનવામાં આવે છે કે આ ચોરીનો શક આયરિશ રિપબ્લિકન આર્મી પર લાગ્યો હતો.

ચિંમ્પાન્ઝી ચોરાવ્યો મોબાઇલ
લંડનમાં એક ચિંમ્પાન્ઝીએ 2002માં કેટલાક લોકોના મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી હતી. અને પોલિસે પણ ચોરીની જગ્યાએથી એક ચિંમ્પાન્ઝીને જતા જોયો હતો. તે પછી તે પર હોલીવૂડમાં એક ફિલ્મ પણ બની હતી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
