મંગલ એક્સપ્રેસે ગ્રહના મોટાભાગના હિસ્સાની તસવીરો ઉતારી

mars
પેરિસ, 5 ફેબ્રુઆરીઃ આ વર્ષે પોતાની લોંચિંગને 10 વર્ષ પૂર્ણ કરવા જઇ રહેલા મંગળ એક્સપ્રેસ અંતરિક્ષ યાને આ ગ્રહના લગભગ 90 ટકા ભાગની તસવીરો ઉતારી લીધી છે. અંતરિક્ષ યાનના ઉચ્ચ રિઝોલ્યુશનવાળા સ્ટીરિયો કેમેરામાં મંગળની કક્ષાથી આ તસવીરો ઉતારવામાં આવી છે.

આ અભિયાન હેઠળ 2,702 તસવીરો લેવામાં આવી છે. જો કે, ઘણા ખાલી ભાગોની તસવીરો આવવાની હજુ પણ બાકી છે. આ તસવીરોમાં એ તસવીરોને સામેલ કરવામાં આવી નથી, જે ધુંધ, ધૂળ કે યોગ્ય પ્રકાશના કારણે સ્પષ્ટ નથી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આગામી કેટલાક વર્ષોમાં બાકી ભાગોની પણ તસવીરો આવી શકે છે. અત્યાર સુધી ઉતારવામાં આવેલા નકસામાં ઓલિંપસ મોંસ પણ સામેલ છે, જેને સૌર મંડળનો સૌથી મોટો જ્વાળામુખી માનવામાં આવે છે અને જેની ઉંચાઇ 21 કિલોમિટર છે.

તસવીરોમાં મંગળગ્રહના વિષવવૃત રેખાની આસપાસના ક્ષેત્રમાં ઉપસ્થિત દર્રે પણ સામેલ છે, જેની લંબાઇ 4.,800 કિલોમીટરની આસપાસ માનવામાં આવે છે, અને જેનું નિર્માણ મંગળગ્રહના ટેક્ટોનિક વિસ્થાનથી થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X