સાવધાન! આવી રહ્યું છે 938 કિમી લાંબુ વાવાઝોડુ, માઈનસમાં જતું રહેશે તાપમાન
938 km long storm in Britain: વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભયાનક રીતે પીડાઈ રહ્યું છે. આબોહવા પરિવર્તનના કારણે અતિવૃષ્ટી અને અનાવૃષ્ટીની પરિસ્થિતિ જોવા મળે છે. શિયાળામાં ભયંકર ઠંડી તો ઉનાળામાં આકરો તાપ એ ક્લાઈમેટ ચેન્જનું જ પરિણામ છે.
આવા સમયે છાશવારે આવતા ચક્રવાત અને વાવાઝોડાના કારણે પણ ઘણુ નુકસાન થાય છે. આ વચ્ચે એક ભયાનક ચેતવણીએ સૌની ચિંતામાં વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બ્રિટનમાં ભારે તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બ્રિટનના ફેરો આઇલેન્ડથી ફ્રાન્સના બ્રેસ્ટ સુધી 938 કિલોમીટર લાંબો લો પ્રેશર સર્જાયું છે, જે કારણે આ સમગ્ર વિસ્તારમાં ભારે તોફાનની સ્થિતિ સર્જાઈ છે.
બ્રિટિશ હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં રેડ, ઓરેન્જ, ગ્રીન અને બ્લુ રંગમાં આવરી લેવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન દરમિયાન પવનની ઝડપ 50 માઈલ (80 કિલોમીટર) પ્રતિ કલાક હોઈ શકે છે. આ સાથે 3 કલાકમાં 20 મીમી વરસાદ થવાની ધારણા છે.
યુકેના હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વ એંગ્લિયા અને દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડના કેટલાક ભાગો સિવાય બધે વરસાદ પડશે. સૌથી વધુ વરસાદ નોર્થ વેલ્સમાં થશે, ખાસ કરીને એરી નેશનલ પાર્ક (સ્નોડોનિયા), જ્યાં થોડા કલાકોમાં 18 થી 19 મીમી વરસાદની અપેક્ષા છે.

બ્રિટન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયે પર્થ, કિન્રોસ અને એબરડીનશાયરમાં લગભગ 15 મીમી વરસાદ પડશે, વાહન ચલાવતી વખતે સાવચેત રહો.
અહેવાલો અનુસાર, ધુમ્મસ અને ઝાકળ વરસાદ સાથે જોડાઈને ઉત્તર ઈંગ્લેન્ડમાં ખતરનાક સ્થિતિ સર્જશે. આવી સ્થિતિમાં સવારના સમયે વાહન ચાલકોએ ખાસ સાવધ રહેવું પડશે.
નકશો બતાવે છે કે સમગ્ર કુમ્બ્રીયા અને લેકડિસ્ટ્રિક્ટમાં ધુમ્મસની સ્થિતિ હશે, જ્યાં 15 મીમી સુધીનો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા દક્ષિણ તરફ રહેશે. સૌથી મજબૂત પવન સ્કોટલેન્ડના ઉત્તર પૂર્વ કિનારે રહેશે.
એબરડીન, ફ્રેઝરબર્ગ અને જ્હોન ઓ'ગ્રોટ્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 50 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આયર્લેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પણ ખૂબ જ વધુ રહેવાની ધારણા છે.
દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી - હવામાન વિભાગનું અનુમાન છે કે, 18 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં દિવસનું તાપમાન સરેરાશથી વધુ રહી શકે છે.
જોકે, રાત્રે વાતાવરણ ઠંડુ રહેશે. શુક્રવારે ઉત્તર યોર્કશાયરમાં તાપમાન -2.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે દક્ષિણ નેવિંગ્ટન, ઓક્સફોર્ડશાયર, પોવિસ, લિસ્ડિનહામમાં તાપમાન ઘણું ઓછું રહેવાની ધારણા છે.
આ અઠવાડિયે સ્કોટિશ પહાડીઓમાં હિમવર્ષા થઈ છે, પરંતુ મેટ ઓફિસે તેને કંઈ અસામાન્ય નથી ગણાવ્યું છે. આગામી દિવસોમાં સ્કોટિશ હાઈલેન્ડ્સમાં હવામાન ઠંડુ રહેવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
