Video: નશામાં ચૂર મહિલાને દારૂ ન મળતાં કરી ગાળાગાળી

Video: નશામાં ચૂર મહિલાને દારૂ ન મળતાં કરી ગાળાગાળી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે સાથે ખરાબ વર્તન કરનાર એક મહિલા પેસેન્જરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મહિલા પ્રવાસી લંડન-મુંબઈની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં સફર કરી રહી હતી. મહિલાએ ક્રૂ પાસે દારૂની માગણી કરી હતી, અને દારૂ મેળવવા માટે તેણે ફ્લાઈટના ક્રૂ મેમ્બરને ગાળો ભાંડી હતી અને તેમની ઉપર થૂક્યું પણ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં એક આયરિશ મહિલા એર ઈન્ડિયાના પાયલટ અને ફ્લાઈટના ક્રૂ સાથે ગાળાગાળી કરતી જોવા મળી રહી છે. અહેવાલો મુજબ એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં આયરિશ મહિલાએ ક્રૂ મેમ્બર પાસેથી દારૂની માગણી કરી હતી, જે બાદ ફ્લાઈટ ક્રૂએ કમાન્ડરને ફરિયાદ કરી કે તે બહુ નશામાં છે. આ જાણ્યા બાદ કમાન્ડરે મહિલાને દારૂ સર્વ કરવાની ના પાડી દીધી હતી. ક્રૂએ ઈનકાર કરતા મહિલા પેસેન્જર ભારે ગુસ્સામાં આવી ગઈ હતી અને ફ્લાઈટ ક્રૂ પર ભડકી ઉઠી.

દારૂના નશામાં કરી બબાલ

દારૂના નશામાં કરી બબાલ

બિઝનેસ ક્લાસમાં સફર કરી રહેલ મહિલા પેસેન્જરે ક્રૂને ધમકાવતા કહ્યું, તમે બિઝનેસ ક્લાસ પેસેન્જરને આવી રીતે ટ્રીટ કરો છો? હું તમારા જેવા લોકો માટે કામ કરું છું પણ તમે લોકો મને એક ગ્લાસ વાઈન નહિ આપો. ફ્લાઈટનો પાયલટ ધીરજથી ત્યાં ઉભીને મહિલાની વાતો સાંભળતો જોવા મળી રહ્યો છે. જે બાદ મહિલા પાયલટ પાસે જઈને તેની ઉપર થૂકે છે અને મહિલા ક્રૂ મેમ્બર પરા ગાળોનો વરસાદ કરી દે છે.

જુઓ વીડિયો

મહિલા પેસેન્જર ઉચા અવાજમાં કહે છે કે તે એક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલ છે અને તેણે ફિલીસ્તાની લોકોની મદદ કરી છે. જે બાદ ક્રૂએ મહિલાના અભદ્ર વર્તનની ફરિયાદ પોલીસને કરી અને હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયાના તુરંત બાદ મહિલા પેસેન્જરની ધરપકડ કરી લેવામાં આવી, હાલ આરોપી મહિલા પોલીસ કસ્ટડીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X